સંકટની ઘડીમાં અમેરિકાએ છોડ્યો સાથ, વેક્સીન બનાવવા માટે કાચો માલ આપવાનો કર્યો સ્પષ્ટ ઈનકાર

હાલમાં જ્યારે દેશ કોરોના વાયરસથી ત્રાહિમામ કરી રહ્યો છે એવા સમયમાં અમેરિકાએ ભારત સાથે મોટી દગાબાજી કરી છે.

વૉશિંગ્ટનઃ અમેરિકાએ મુશ્કેલીના સમયમાં ભારતનો સાથ છોડી દીધો છે. હાલમાં જ્યારે દેશ કોરોના વાયરસથી ત્રાહિમામ કરી રહ્યો છે એવા સમયમાં અમેરિકાએ ભારત સાથે મોટી દગાબાજી કરી છે. અમેરિકાએ ભારતને વેક્સીન બનાવવા માટે કાચો માલ આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. એટલે કે ભારતને કોરોના વાયરસની વેક્સીન બનાવવા માટે કાચો સામાન અમેરિકા નહિ આપે. અમેરિકાનો આ નિર્ણય ભારત માટે મોટો ઝટકો છે કારણકે ભારતમાં અત્યારે દૈનિક 3 લાખથી વધુ કોરોના કેસ આવી રહ્યા છે અને ભારત સરકારની કોશિશ છે કે વેક્સીનેશનની પ્રક્રિયાને ઘણી ઝડપથી ચલાવવામાં આવે જેથી લોકોની જિંદગી બચાવી શકાય.

વેક્સીનેશન પર અમેરિકાની દગાબાજી

વેક્સીનેશન પર અમેરિકાની દગાબાજી

અમેરિકા ભારતને પોતાનો દોસ્ત અને રણનીતિક ભાગીદાર કહે છે પરંતુ અત્યારે જ્યારે ભારતની સ્થિતિ આખી દુનિયામાં સૌથી વધુ ખરાબ છે, હોસ્પિટલમાં બેડ, ઑક્સિજન, ડૉક્ટરો અને દવાઓ માટે ભાગદોડ મચેલી છે અને વેક્સીન બનાવવામાં પણ ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. સૌથી મોટી મુશ્કેલી કાચા માલ માટે છે. વેક્સીન બનાવવામાં આખી દુનિયામાં ભારતનુ પહેલુ સ્થાન છે પરંતુ ભારતમાં વેક્સીન બનાવનાર કંપનીઓ કાચો સામાન બીજા દેશોમાંથી ખરીદે છે. વેક્સીન બનાવા માટે કાચો સામાન અમેરિકાથી આવે છે પરંતુ અમેરિકાએ વેક્સીન બનાવવા માટે કાચો સામાન ભારતને આપવાનો ઈનકાર કરી દીધો છે. અમેરિકાએ કાચા માલની સપ્લાય પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે જેના કારણે માનવામાં આવી રહ્યુ છે કે ભારતમાં વેક્સીનેશનની ગતિ થોડી ધીમી પડી શકે છે.

પ્રતિબંધ હટાવવાની ભારતની માંગ

પ્રતિબંધ હટાવવાની ભારતની માંગ

ભારતે વેક્સીન બનાવવા માટે અમુક ખૂબ જ જરૂરી સામાનની સપ્લાય પરથી પ્રતિબંધ હટાવવા માટે અમેરિકાને ઘણી વાર અપીલ કરી છે પરંતુ અમેરિકાએ સ્પષ્ટ કહી દીધુ છે કે તે હાલમાં ભારતનને વેક્સીન બનાવવા માટે કાચો માલ નહિ આપે. વ્હાઈટ હાઉસે એક વાર ફરીથી કહ્યુ છે કે હાલમાં બાઈડેન પ્રશાસનનુ પહેલુ લક્ષ્ય અમેરિકા છે માટે અમેરિકા અત્યારે ભારતને વેક્સીન બનાવવા માટે સામાન એક્સપોર્ટ નહિ કરે.

ભારતે કરી હતી મદદ

ભારતે કરી હતી મદદ

તમને જણાવી દઈએ કે જ્યારે ગયા વર્ષે અમેરિકામાં કોરોના વાયરસના કારણે રોજ સેંકડો લોકો મરી રહ્યા હતા એ વખતે ભારતે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો પરંતુ જ્યારે અમેરિકાએ ભારત પાસે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા માંગી તો ભારતે પ્રતિબંધ હટાવીને અમેરિકાને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા નિકાસ કરી હતી. પરંતુ અત્યારે જ્યારે ભારતને જરૂર છે ત્યારે અમેરિકાએ ભારતને મદદ કરવાનો ઈનકાર કરી દીધો છે. અમેરિકાએ ભલે સૌથી પહેલા પોતાના નાગરિકોને વેક્સીન લગાવવાનો હવાલો આપ્યો હોય પરંતુ ખુદ બાઈડેન પ્રશાસનના રિપોર્ટ મુજબ અમેરિકા પાસે જરૂરિયાત કરતા વધુ વેક્સીન હાજર છે.

વ્હાઈટ હાઉસનો સ્પષ્ટ ઈનકાર

વ્હાઈટ હાઉસનો સ્પષ્ટ ઈનકાર

વ્હાઈટ હાઉસના પ્રવકતા નેડ પ્રાઈસને એક વાર ફરીથી સવાલ પૂછવામાં આવ્યો કે બાઈડન પ્રશાસને ભારતને રસી બનાવવાના સામાનના સપ્લાયની નિકાસ વિશે શું નિર્ણય લીધો છે ત્યારે વ્હાઈટ હાઉસના પ્રવકતાએ સ્પષ્ટ કહી દીધુ કે, 'અત્યારે અમેરિકા પોતાના લોકોનુ ધ્યાન રાખી રહ્યુ છે અને અમેરિકાની જનતા બાઈડેન પ્રશાસન માટે પ્રાથમિકતા ધરાવે છે માટે અમેરિકા હાલમાં પોતાના નાગરિકોને વેક્સીનેટ કરવામાં લાગેલુ છે.' વ્હાઈટ હાઉસ પ્રવકતાએ સવાલનો જવાબ આપીને કહ્યુ કે 'અમેરિકાએ ઘણા કારણોસર રોક લગાવી રાખી છે. પહેલુ કારણ તો સ્પષ્ટ છે કે અમેરિકામાં અત્યારે રસીકરણ અભિયાન ચાલુ છે અને અમારા માટે અમારા નાગરિકો સૌથી પહેલા છે. બીજુ કારણ એ છે કે કોરોના વાયરસની ચપેટમાં આવવાથી સૌથી વધુ અમેરિકનો માર્યા ગયા છે. અમેરિકામાં સાડા પાંચ લાખથી વધુ લોકોના જીવ ગયા છે અને કરોડો અમેરિકી સંક્રમિત થયા છે માટે અમે બધા અમેરિકનોના જીવ બચાવવામાં લાગેલા છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X