Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આવી રીતે મર્યો બગદાદી, અમેરિકાએ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો

આવી રીતે મર્યો બગદાદી, અમેરિકાએ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો

વૉશિંગ્ટનઃ દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠન આઈએસઆઈએસના મુખ્યા અબૂ બકર અલ બગદાદીને હાલમાં જ અમેરિકી સેનાના એક ઓપરેશનમાં ઠાર મારવામાં આવ્યો હતો. ખુદ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સમક્ષ આ વાતું એલાન કર્યું હતું. પરંતુ હવે આ સમગ્ર ઓપરેશનનો વીડિયો અને તસવીરો પેંટાગને જાહેર કરી છે જેમાં જોઈ શકાય છે કે જે જગ્યાએ બગદાદી છૂપાયેલ હતો ત્યાં કેવી રીતે અમેરિકી સુરક્ષાકર્મીઓએ હુમલો બોલ્યો હતો.

જોખમભર્યું હતું ઓપરેશન

જોખમભર્યું હતું ઓપરેશન

આ ઓપરેશનની સફળતા બાદ સેન્ટ્રલ કમાંડના ચીફ જનરલ ફ્રેંક મેકેન્જીએ સેનાના વખાણ કરતા કહ્યું કે આ ઘણું મુશ્કેલ અને જોખમભર્યું કામ હતું. તેમણે જણાવ્યું કે આ ઓપરેશનને એવી રીતે પાર પાડવામાં આવ્યું જેથી કોઈ પણ આઈએસઆઈએસની પકડમાં ન આવે અને સામાન્ય લોકોને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય. બુધવારે રાત્રે પેંટાગન તરફથી આ ઓપરેશનનો બ્લેક એન્ડ વ્હાઈટ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં બગદાદીના ઠેકાણે થયેલ બોમ્બમારો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

સમુદ્રમાં દફનાવ્યો

સમુદ્રમાં દફનાવ્યો

જો કે આ દરમિયાન મૈકેન્જીએ પ્રેસિડેન્ટ ટ્રમ્પના એ દાવાની પુષ્ટિ કરી છે જેમાં તેમણે કહ્યું હતું કે બગદાદી ચીસોચીસ કરીને આમતેમ ભાગવા લાગ્યો હતો અને આખરે કુતરાની મોતે મર્યો હતો. જો કે પેન્ટાગને કહ્યું કે હુમલા બાદ બગદાદીના રડવાની ખાતરી નથી કરતા, ખબર નથી ટ્રમ્પને તે જાણકારી કેવી રીતે મળી. મૈકેંજીએ જણાવ્યું કે બગદાદીને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ સમુદ્રમાં દફનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે શરૂઆતી રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે બગદાદી સાથે ત્રણ બાળકોના પણ મોત થયાં હતાં, પરંતુ બાદમાં વિશ્લેષણ સામે આવ્યું કે બે બાળકોનાં મોત થયાં છે. બંને બાળકોની ઉંમર 12 વર્ષની આસપાસ હતી.

આગામી સમયમાં આઈએસ વધુ કમજોર પડશે

આગામી સમયમાં આઈએસ વધુ કમજોર પડશે

મૈકેંજીએ કહ્યું કે આઈએસઆઈએસને ખતમ કરી દીધું છે એ વાતને લઈ અમેરિકા કોઈપણ પ્રકારની દુવિધામાં નહોતું. સાથે જ તેમણે ચેતવણી આપી કે આઈએસ બદલાની કાર્યવાહી કરી શકે છે. તેઓ ખતરનાક સાબિત થઈ શકે છે, અમને શક છે કે આ કાર્યવાહી બાદ આઈએસ જવાબી હુમલો કરી શકે છે. સાથે જ મૈકેંજીએ કહ્યું કે આ ઓપરેશન બાદ આઈએસની તાકાત ઘટશે. તેમણે કહ્યું કે આગામી સમયમાં આઈએએસ ધીરે-ધીરે વધુ કમજોર પડશે, ફરી પોતાના સંગઠનને સ્થાપિત કરવામાં તેમને સમય લાગશે, પોતાના સંગઠનને ચલાવવા માટે નેતાની જરૂરત પડશે.

ટ્રમ્પે એલાન કર્યું હતું

ટ્રમ્પે એલાન કર્યું હતું

જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે બગદાદીને ઠાર માર્યો હોવાની જાણકારી આપતા કહ્યું હતું કે, બગદાદીનો ખાતમો મારી સરકારની પ્રાથમિકતા હતી. અમેરિકી સેનાના વિશેષ બળોએ ઉત્તર પશ્ચિમ સીરિયામાં બહાદુરીથી અભિયાન ચલાવ્યું, જેમાં બગદાદીને ઠાર મારવામાં આવ્યો. બગદાદી સાથે તેના કેટલાય સાથીઓ પણ માર્યા ગયા છે. આ ઓપરેશનમાં કોઈ અમેરિકી સૈનિકનો જીવ નથી ગયો. ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ટ્વીટ કરી કહ્યું હતું કે કંઈક બહ મોટું થયું છે, જે બાદ તેમણે આ વાતની ઘોષણા કરી દીધી છે કે બગદાદી માર્યો ગયો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X