અમેરિકાનો સ્પષ્ટ સંકેત, ચીન વિરુદ્ધની લડાઇમાં ભારતને જ સાથ આપશે

અમેરિકાનો સ્પષ્ટ સંકેત, ચીન વિરુદ્ધની લડાઇમાં ભારતને જ સાથ આપશે

વૉશિંગ્ટનઃ અમેરિકા હવે ચીન સામે કોઇપણ પ્રકારની નરમી વરતવાના મૂડમાં નથી. કોરોના વાયરસના સંક્રમણને આખી દુનિયામાં ફેલાવવા માટે અમેરિકાએ શરૂઆતથી જ ચીન પર હુમલો બોલી દીધો હતો. એટલું જ નહિ કેટલાક દિવસો પહેલા અમેરિકાએ હોન્ગકોન્ગની સ્વાયત્તતા કાનૂન પર હસ્તાક્ષર કરી ચીનને લઇ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. પરંતુ હવે અમેરિકાના વિદેશ મંત્રાલય તરફથી સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું છે કે જો ચીન મિત્ર દેશોને પરેશાન કરશે તો અમેરિકા દક્ષિણ ચીન સાગરથી હિમાલય સુધી પોતાના મિત્ર દેશો સાથે ઉભું રહેશે અને તેમની સાથે રહેશે. એવામાં અમેરિકાએ સ્પષ્ટ રીતે સંદેશ આપ્યો કે તેઓ કોઇપણ હાલતમાં ભારત સાથે ઉભું રહેશે.

ચીન અયોગ્ય અભ્યાનને આગળ ધપાવી રહ્યુ છે

ચીન અયોગ્ય અભ્યાનને આગળ ધપાવી રહ્યુ છે

અમેરિકાના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે જ્યારે આખી દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે ત્યારે ચીન ખોટા અભ્યાનને આગળ ધપાવવામાં વ્યસ્ત છે. ચીનને લાગે છે તે જે કંઇપણ કરી રહ્યું છે તે યોગ્ય છે પરંતુ એવું નથી. દક્ષિણ ચીન સાગરના મુદ્દાની સીધી રીતે આર્કટિક, હિંદ મહાસાગર, ભૂમધ્યસાગરની સાથે અન્ય જળમાર્ગો પર અસર પડે છે. દક્ષિણ ચીન સાગર મામલાની અસર એના દરેક દેશ અને નાગરિક પર પડે છે જેઓ સમુદ્રની સ્વતંત્રતા પર નિર્ભર છે.

ચીનની કેટલીય કંપનીઓ પર પ્રતિબંધ

ચીનની કેટલીય કંપનીઓ પર પ્રતિબંધ

અગાઉ અમેરિકાએ ચીનની કંપની હુવેઇના કેટલાક કર્મચારીઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ આ મામલે ટ્વીટ કર્યું હતું. માઇકે કહ્યું, અમેરિકી વિદેશ વિભાગ માનવાધિકાર હનનને લઇ જવાબદાર વ્યક્તિઓના વીજા પર પ્રતિબંધ લગાવશે, જેમાં ચીની કંપનીઓના કર્મચારીઓ પણ સામેલ છે.

અમેરિકા-ચીન સંબંધમાં ખટાસ

અમેરિકા-ચીન સંબંધમાં ખટાસ

અમેરિકા અને ચીનના સંબંધોમાં કેટલાક દિવસોથી તણાવ જોવા મળી રહ્યો છે. અમેરિકાએ હાલમાં જ ઉઇગર મુસ્લિમોના માનવાધિકાર ઉલ્લંઘનના આરોપને લઇ ચીનના શિનજિયાંગ ક્ષેત્રના પ્રમુખ ચેન ક્વાંગુ સહિત ચાર ચીની અધિકારીઓ પર પ્રતિબધ લગાવ્યો છે. આ અધિકારીઓમાં સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીન એક ક્ષેત્રીય પ્રમુખ પણ સામેલ છે. ચીન પર સંસાધન સંપન્ન અને ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં ઉડગુર સમુદાયના લોકોને સામૂહિક રીતે કસ્ટડીમાં રાખવા, ધાર્મિક ઉત્પીડન અને જબરદસ્તી નસબંધીના આરોપ છે. અમેરિકી સરકારે બેન બાદ આ અધિકારી અમેરિકામાં પ્રવેશ નહિ કરી શકે.

વીજા પર પ્રતિબંધ

વીજા પર પ્રતિબંધ

અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યા બાદ ચીને પણ અમેરિકાના કેટલાય શીર્ષ અધિકારીઓ અને નેતાઓને વીજા બેન કરી દીધા. ચીનના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે તેઓ અમેરિકી સીનેટર માર્કો રૂબિઓ અને ટેડ ક્રૂજ, ધાર્મિક સ્વતંત્રતા સંબધી અમેરિકી રાજદૂત સૈમુઅલ બ્રાઉનબેક અને કોગ્રેસ સભ્ય ક્રિસ સ્મિથ વિરુદ્ધ પ્રતિબંધ લગાવી રહ્યા છે. આની સાથે જ ચીને અમેરિકી કોગ્રેસ કાર્યકારી આયોગ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X