For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્ટિકલ 370 ખતમ કરતા પહેલા ભારતે અમેરિકાને પણ નહોતી આપી માહિતી, USએ કરી પુષ્ટિ

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 ખતમ કરાયા બાદ અમેરિકા તરફથી મોટુ નિવેદન સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 ખતમ કરાયા બાદ અમેરિકા તરફથી મોટુ નિવેદન સામે આવ્યુ છે. વાસ્તવમાં મીડિયામાં એ રીતના સમાચાર સામે આવી રહ્યા હતા કે આ નિર્ણય અંગે ભારતે અમેરિકાને પહેલેથી જ માહિતી આપી હતી જેના પર સફાઈ આપતા અમેરિકા તરફથી કહેવામાં આવ્યુ છે કે ભારતે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલને ખતમ કરવાના નિર્ણયની માહિતી તેને પહેલા આપી નહોતી. અમેરિકાના વિદેશ મંત્રાલય તરફથી આ વિશે સફાઈ આપવામાં આવી છે.

માહિતી આપી નહોતી

માહિતી આપી નહોતી

અમેરિકાના વિદેશ મંત્રાલયના બ્યુરો ઑફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સે ટ્વિટ કરીને આ સમગ્ર પ્રકરણ પર સફાઈ આપી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે મીડિયા રિપોર્ટ્સથી ઉલટુ ભારત સરકારે જમ્મુ કાશ્મીરને બંધારણમાં વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરતા પહેલા અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની સલાહ લીધી નથી અને ના અમને આ વિશે કોઈ માહિતી આપી હતી. આ ટ્વિટ પર કાર્યકારી આસિસટન્ટ સેક્રેટરી એલિસ વેલ્સના હસ્તાક્ષર છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સમાચાર આવ્યા હતા કે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોપિયેને સરકારના નિર્ણય વિશે માહિતી આપી હતી.

અમેરિકાએ આપી સલાહ

અમેરિકાએ આપી સલાહ

તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ થયા બાદ ઈમરાન ખાન સરકારે ભારતે સાથે વેપારી સંબંધો ખતમ કરી દીધા છે. સાથે ઘણા એર રૂટ પણ બંધ કરી દીધા છે. ત્યારબાદ અમેરિકાએ પાકિસ્તાનને સલાહ આપી છે. અમેરિકા તરફથી કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાન એલઓસી પર ઘૂસણખોરી રોકે અને આતંકીઓ સામે કડક કાર્યવાહી કરે. બુધવારે હાઉસ ફૉરેન અફેર કમિટી અને સેટ ફૉરેન રિલેશન કમિટીએ સંયુક્ત નિવેદન જાહેર કરીને પાકિસ્તાનને સલાહ આપી. નિવેદન જાહેર કરીને એફએસીના ચેરમેન એલિયૉટ એલ ઈંગેલ અ એસએફઆરસીના રેકિંગ સભ્ય બૉબ મેન્ડેજે કહ્યુ કે લોકતંત્રમાં પારદર્શિતા અને રાજકીય પ્રતિનિધિત્વ મુખ્ય સ્તંભ છે. અમને આશા છે કે ભારત સરકાર જમ્મુ કાશ્મીરમાં આ સિદ્ધાંતોનું પાલન કરશે.

આ પણ વાંચોઃ કાશ્મીર મામલે પાકિસ્તાન લાલચોળ, ભારત સાથેના વ્યાપારિક સંબંધ ખતમ કર્યાઆ પણ વાંચોઃ કાશ્મીર મામલે પાકિસ્તાન લાલચોળ, ભારત સાથેના વ્યાપારિક સંબંધ ખતમ કર્યા

વેપાર બંધ

વેપાર બંધ

ઈમરાન ખાનના આદેશ બાદ ભારત પાકિસ્તાન વચ્ચે હવે વેપાર નહિ થાય. વળી, પાકિસ્તાને પોતાના રાજદૂત પાછા બોલાવી લીધા છે. આ બધા વચ્ચે પાકિસ્તાને ફરીથી એક વાર પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે. પાકિસ્તાને ત્રણ એરસ્પેસ બંધ કરી દીધા છે. પાકિસ્તાને પોતાના હવાઈ ક્ષેત્ર આંશિક રૂતે બંધ કરી દીધા છે. પાકિસ્તાનના આ નિર્ણય બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે 9 હવાઈ રસ્તામાંથી ત્રણને પાકિસ્તાને ભારત માટે બંધ કરી દીધા છે.

English summary
America says we were not prior informed about revocation of article 370 in Jammu Kashmir from India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X