કોરોનાને કારણે અમેરિકામાં બીજા વિશ્વયુદ્ધ બાદ સરેરાશ ઉંમરમાં નોંધાયો મોટો ઘટાડો
મહાસત્તા કહેવાતા અમેરિકા કોરોના વાયરસના સંક્રમણને કારણે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. અમેરિકામાં કોરોનાકાળમાં થયેલા મોતને કારણે સરેરાશ આયુષ્ય દરમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. બીજા વિશ્વયુદ્ધ બાદ સૌપ્રથમ અમેરિકામાં સ
અમેરિકા : મહાસત્તા કહેવાતા અમેરિકા કોરોના વાયરસના સંક્રમણને કારણે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. અમેરિકામાં કોરોનાકાળમાં થયેલા મોતને કારણે સરેરાશ આયુષ્ય દરમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. બીજા વિશ્વયુદ્ધ બાદ સૌપ્રથમ અમેરિકામાં સરેરાશ આયુષ્ય દરમાં આટલો મોટો ઘટાડો નોંધાયો છે. USAના આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરેરાશ આયુષ્ય દરમાં ઘટાડો થવા પાછળ 74 ટકા કોરોના સંક્રમણ જવાબદાર છે. ગત વર્ષે અમેરિકામાં 33 લાખ લોકોના મોત નીપજ્યા હતા. જેમાંથી 11 ટકા મોત કોરોનાને કારણે થયા છે. USAના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ ગત ઘણા વર્ષોમાં દેશમાં આટલી મોટી સંખ્યામાં મોત થયા નથી.

આયુષ્ય દરમાં આ ઘટાડો જોખમી
અશ્વેત અમેરિકનોની જીવનશૈલી વિશે વાત કરતા અમેરિકાના આરોગ્ય અધિકારીઓ જણાવે છે કે, 1930માં આવેલી મહામંદી બાદ કોઇ મોટો ઘટાડો નોંધાયો નથી. આ સિવાય શ્વેત અમેરિકનો બાબતે આરોગ્ય વિભાગ જણાવે છે કે, 2020 એ પહેલું વર્ષ રહ્યું છે કે, એક વર્ષમાં સરેરાશ આયુષ્ય દરમાં આટલો મોટો ઘટાડો નોંધાયો છે. ટેક્સસ યુનિવર્સિટીના પ્રોફેસર માર્ક હેવાર્ડના જણાવ્યા મુજબ, આયુષ્ય દરમાં આ ઘટાડો જોખમી છે. કોરોના સિવાય કેટલાક અન્ય પરિબળો પણ સરેરાશ આયુષ્ય દરમાં નોંધાયેલા ઘટાડા માટે જવાબદાર છે.
અશ્વેત અમેરિકનોના આયુષ્યમાં ઘટાડો થવાનું એક કારણ હોમસાઇડ્સ
પ્રોફેસર માર્ક હેવાર્ડના જણાવ્યા મુજબ, ડ્રગ્સના ઓવરડોઝને કારણે સરેરાશ આયુષ્ય દરમાં ઘટાડો નોંધાયો છે. અમેરિકન પત્રકાર એલિઝાબેથ એરિયાસે જણાવ્યું હતું કે, અશ્વેત અમેરિકનોના આયુષ્યમાં ઘટાડો થવાનું એક કારણ હોમસાઇડ્સ પણ છે. જો કે તે એટલુ અસરકારક પરિબળ નથી. આરોગ્ય સુવિધાનો અભાવ પણ તેના માટે જવાબદાર છે. આ ઉપરાંત ભીડભાડવાળા વિસ્તારોમાં રહેવાને કારણે પણ આયુષ્ય દરમાં ઘટાડો થઇ શકે છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ રોગચાળા દરમિયાન ટૂંકા પગારની નોકરી કરતા લોકો પર સૌથી વધુ અસર થઇ છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
