For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘તારી સરનેમ હિંદુ જેવી નથી લાગતી' કહી વૈજ્ઞાનિકને ગરબામાંથી બહાર કાઢ્યો

ગુજરાતના વડોદરાના રહેવાસી એક વૈજ્ઞાનિકને અમેરિકામાં એટલા માટે ગરબા રમવા ના દીધા કારણકે તેનુ નામ હિંદુ જેવુ લાગતુ નહોતુ.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના વડોદરાના રહેવાસી એક વૈજ્ઞાનિકને અમેરિકામાં એટલા માટે ગરબા રમવા ના દીધા કારણકે તેનુ નામ હિંદુ જેવુ લાગતુ નહોતુ. અમેરિકાના એટલાન્ટાની આ ઘટના છે. જ્યાં ડૉ. કરણ જાનીને ગરબા રમવામાંથી બહાર કાઢી દેવામાં આવ્યો કારણકે ઓર્ગેનાઈઝર્સને તેનુ નામ હિંદુ જેવુ નહોતુ લાગતુ. કરણે તેની ફરિયાદ એટલાન્ટામાં ગરબા આયોજિત કરાવી રહેલ ટ્રસ્ટને કરી છે. કરણનું કહેવુ છે કે ગરબા દરમિયાન તેની સાથેની બે મહિલા દોસ્તોનું પણ અપમાન કરવામાં આવ્યુ.

karan

29 વર્ષના કરણ જાની અમેરિકામાં એક એસ્ટ્રોફિજિસ્ટ છે જે 2016 થી લીગો (Laser interferometer gravitational-wave observatory) ટીમનો હિસ્સો છે. નવરાત્રિમાં પોતાની સાથે થયેલા દુર્વ્યવહાર બાદ કરણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને ફેસબુક પર આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. કરણે આરોપ લગાવ્યો છે કે એટલાન્ટામાં શ્રી શક્તિ મંદિરમાં ગરબા દરમિયાન ઓર્ગેનાઈઝર્સે તેમને બહાર કાઢી દીધા. કરણે કહ્યુ કે છેલ્લા છ વર્ષોથી ત્યાં ગરબા રમી રહ્યો છે અને આ પહેલા ક્યારેય આવી સમસ્યા નથી થઈ. કરણે તેની ફરિયાદ ગુજરાત ઓર્ગેનાઈઝર્સને પણ કરી પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહિ.

આ પણ વાંચોઃ ગુરુગ્રામ ગોળીકાંડઃ ધર્મ પરિવર્તન રેકેટમાં મહિપાલ શામેલ, જજની પત્નીને ક્રિશ્ચિયન બનવાનું દબાણ કરતોઆ પણ વાંચોઃ ગુરુગ્રામ ગોળીકાંડઃ ધર્મ પરિવર્તન રેકેટમાં મહિપાલ શામેલ, જજની પત્નીને ક્રિશ્ચિયન બનવાનું દબાણ કરતો

કરણે કહ્યુ કે તેમના એક વોલિયન્ટરે તેને કહ્યુ કે અમે તમારા કાર્યક્રમમાં નથી આવતા એટલા માટે તમે પણ અમારા કાર્યક્રમમાં ન આવી શકો. કરણની એક મહિલા મિત્રએ જ્યારે વોલિયન્ટરને કહ્યુ કે તે કન્નડ-મરાઠી સમાજથી છે તો વોલિટન્ટરે ઓળખવાનો ઈનકાર કરી દીધો. કરણે કહ્યુ કે તે અમેરિકામાં છેલ્લા 12 વર્ષોથી રહે છે અને આ પ્રકારનો ભેદભાવ તેણે ક્યારેય નથી જોયો. કરણે તેની ફરિયાદ શ્રી શક્તિ મંદિરમાં પણ કરી હતી પરંતુ આ મામલો જ્યારે મીડિયામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો. કરણે કહ્યુ કે મામલો આગળ વધી ગયા બાદ મંદિરના ચેરમેનનો તેમની પાસે કોલ આવ્યો અને આ ઘટના પર માફી માંગીને કહ્યુ કે મંદિર ભેદભાવમાં વિશ્વાસ નથી કરતા.

આ પણ વાંચોઃMe Too: પિતા પર લાગેલા યૌન શોષણના આરોપો દીકરી મલ્લિકા દુઆની પ્રતિક્રિયાઆ પણ વાંચોઃMe Too: પિતા પર લાગેલા યૌન શોષણના આરોપો દીકરી મલ્લિકા દુઆની પ્રતિક્રિયા

English summary
America: 'Your surname dose not look like Hindu', Scientist thrown out from Garba in Atlanta
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X