અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી: નવા પોલમાં હિલેરીને ઝટકો, ટ્રમ્પ આગળ

Subscribe to Oneindia News

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કરવામાં આવેલા નવા સર્વેમાં હિલેરી ક્લિંટનને જોરદાર ઝટકો લાગ્યો છે. ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી પોતાના પ્રતિસ્પર્ધી રિપબ્લીકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પથી પાછળ જઇ રહ્યા હોય તેવુ દેખાઇ રહ્યુ છે. જો કે તે ખૂબ જ ઓછા અંતરથી પાછળ છે.

trumphillary


અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જોરદાર ટક્કર

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી રસપ્રદ બનતી જઇ રહી છે. જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ મુકાબલો રસપ્રદ બની રહ્યો છે. છેલ્લા પોલમાં હિલેરી ક્લિંટન એક પોઇંટથી આગળ હતી જ્યારે હાલના છેલ્લા પોલમાં ડોનાલ્ડ ટ્રમ્પ આગળ નીકળી ગયા છે. હિલેરી ક્લિંટન તેમના મુકાબલે પાછળ છે.

trumphillary

1% મતથી પાછળ હિલેરી


અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટ્ણીના થોડા જ દિવસો પહેલા થયેલા આ સર્વેમાં રપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ડેમોક્રેટીક પ્રતિસ્પર્ધી હિલેરી ક્લિંટન સામે 1% પોઇંટથી આગળ છે. એબીસી ન્યૂઝ-વોશિંગટન પોસ્ટના સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પને 46% લોકોનું સમર્થન મળ્યુ જ્યારે ડેમોક્રેટ ઉમેદવાર હિલેરીને 45% લોકોએ સમર્થન આપ્યુ છે.

trumphillary

હિલેરીના પ્રશંસકોને જોરદાર ઝટકો

હિલેરી પાછળ રહી જવાથી તેમના પ્રશંસકોને જોરદાર ઝટકો લાગ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે ખાનગી ઇમેલ સર્વર વિવાદના કારણે હિલેરીની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. હાલમાં સમગ્ર મામલાની એફબીઆઇ તપાસ ચાલી રહી છે. જો કે અન્ય સર્વેમાં ટ્રમ્પ હજુ પણ હિલેરીથી પાછળ દેખાઇ રહ્યા છે.

trumphillary

8 નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી


તમને જણાવી દઇએ કે 8 નવેમ્બરે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી છે. આની તરત પહેલા આવેલ આ સર્વે બતાવી રહ્યા છે કે મુકાબલો જબરદસ્ત થવાનો છે. જો કે જાણકારો પ્રમાણે સર્વેમાં ભલે મુકાબલો બરાબરીનો દેખાતો હોય પરંતુ આ વખતની ચૂંટણીમાં હિલેરીની જીત લગભગ નક્કી માનવામાં આવી રહી છે. અત્યાર સુધીના આંકડા જોતા તેમણે આ અનુમાન લગાવ્યુ છે.

English summary
American presidential election New Poll Shows Hillary Falls Behind Donald Trump.
Please Wait while comments are loading...