For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાના રિસર્ચરની શોધે ટેંશન વધાર્યું, ચામાચીડિયાંમા સેંકડો પ્રકારના Coronavirus

અમેરિકાના રિસર્ચરની શોધે ટેંશન વધાર્યું, ચામાચીડિયાંમા સેંકડો પ્રકારના Coronavirus

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસના લપેટામાં ખરાબ રીતે આવેલા અમેરિકાની મુશ્કેલી સતત વધતી જઈ રહી છે. કોરોના સંક્રમણથી મોતના આંકડા ઘટવાનું નામ નથી લઈ રહ્યા છે જ્યારે અમેરિકી સિરચ્રની નવી શોધે અમેરિકાની પરેશાની વધારી દીધી છે. અમેરિકાની યૂનિવર્સિટી ઑફ સદર્ન કેલિફોર્નિયાના પ્રોફેસરની તાજા શોધે અમેરિકાનું ટેંશન વધારી દીધું છે. અત્યાર સુધીની તમામ શોધમાં એક વાત સામે આવી છે કે કોરોના વાયરસની ઉત્પતિમાં ક્યાંકને ક્યાંક ચામાચીડિયાાંનો હાથ છે. ચીનના શોધકર્તાઓએ પણ આનો ખુલાસો કર્યો તો હવે અમેરિકા યૂનિવર્સિટી ઑફ સદર્ન કેલીફોર્નિયાની પ્રોફેસર પાઉલી કેનનની શોધમાં નવી વાત સામે આવી છે.

કોરોનાનું ચામાચીડિયાં સાથે કનેક્શન

કોરોનાનું ચામાચીડિયાં સાથે કનેક્શન

યૂનિવર્સિટીની વેબસાઈટ પરના રિપોર્ટ મુજબ સંક્રામક રોગોમાં સામેલ કોરોના વાયરસની બીમારીનો સંબંધ જાનવરો સાથે છે. યૂનિવર્સિટીમાં પ્રોફેસર પાઉલા કૈનને પોતાના રિસર્ચમાં દાવો કર્યો કે કોરોનાનું સંક્રમણ કેવી રીતે શરુ થયું તે હજી સામે નથી આવ્યું પરંતુ જે જાણકારી સામે આવી છે તે મુજબ કોરોના વાયરસ ઘોડાની નાળના આકારના ચામાચીડિયાંથી ફેલાયો છે.

અમેરિકી પ્રોફેસરની શોધ શું કહે છે

અમેરિકી પ્રોફેસરની શોધ શું કહે છે

કૈનન મુજબ શોધ દ્વારા આ વાતના પર્યાપ્ત સબુત નથી કે કોરોના વાયરસ ચામાચીડિયા દ્વારા જ માણસમાં ફેલાયો છે. આ સંક્રમણ એક માણસથી બીજા માણસમાં થતાં આખા વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે. કેનન મુજબ ચીનના વુહાન શહેરના એક મીટ માર્કેટમાં માણસોમાં કોરોના વાયરસ ફેલાયો. ચીનના આ સૌથી મોટા મીટ બજારમાં જીવતા જીવો વેચવામાં આવે છે. અહીંથી દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. આવી રીતે જ કેટલાક વર્ષો પહેલા પણ કેટલાય દેશોમાં મર્સ અને સાર્સ જેવા સંક્રમણ ફેલાયા હતા.

આવી રીતે સંક્રમણ ફેલાયુ

આવી રીતે સંક્રમણ ફેલાયુ

રિસર્ચ ટીમના વૈજ્ઞાનિક ઈબોલા વાયરસ પણ ચામાચીડિયાંમાથી જ માણસોમાં આવ્યો હોવાની વાત પર સહમત છે. જ્યારે મર્સ વાયરસ ચામાચીડિયાંમાથી ઉંટોમાં ફેલાયો અને ઉંટોમાંથી માણસોમાં. જ્યારે સાર્ચ ચામાચીડિયાંમાથી બિલાડીઓમાં બિલાડીઓથી માણસો સુધી પહોંચ્યો. કેનન મુજબ શોધ દરમિયાન તેમને કોરોના વાયરસના એવા કેટલાય જેનેટિક કોડ મળ્યા છે જે ચામાચીડિયાંમા જોવા મળે છે.

ચામાચીડિયાંમા કોરોના વાયરસના સેંકડો પ્રકાર

ચામાચીડિયાંમા કોરોના વાયરસના સેંકડો પ્રકાર

કેનને પોતાના શોધમાં લખ્યું કે ચામાચીડિયાંમાં સેંકડો પ્રકારના કોરોના વાયરસ મળી આવે છે. આ કોરોના વાયરસ બીજા જીવો પર અલગ અલગ પ્રકારે અસર નાખે છે. તેમણે એ વાતના પણ સંકેત આપ્યા છે કે કોરોના વાયરસના આ સંક્રમણ અહીં ખતમ થનાર નથી, બલકે ભવિષ્યમાં માણસોને કોરોના વાયરસ વધુ સંક્રમિત કરી શકે છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે આવું 100 વર્ષોમાં એકવાર જ થાય છે. પરંતુ આ જ્યારે થશે ત્યારે તે આવી રીતે જ તેજ ગતિએ માણસોમાં ફેલાશે.

ચીનની લેબમાં કોરોના વાયરસ બન્યો

ચીનની લેબમાં કોરોના વાયરસ બન્યો

જ્યારે કોરોના વાયરસના કારણે ચીન પર ગંભીર આરોપ લાગી રહ્યા છે. અમેરિકાએ તો આને ચીની વાયરસ નામ આપી દીધું. જ્યારે અમેરિકાની ગુપ્તચર એજન્સી અને વૈજ્ઞાનિકો તેની તપાસ કરી રહ્યા છે. ડેલી મેલના અહેવાલ મુજબ વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઑફ વીરોલૉજીમાં આ વાયરસ તૈયાર કરવામાં આવ્યો છે. અમેરિકી સરકારે આ શોધ માટે તેને 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી. ચીનની આ લેબ પર કોરોના વાયરસ તૈયાર કરવા અને તેનું સંક્રમણ ફેલાવવાનો આરોપ લાગ્યો છે. લેબે પોતાની શોધ માટે 100 મીલ દૂર ગુપાઓમાં ચામાચીડિયાં પકડ્યા હતા. જે બાદ હવે આ કોરોના વાયરસ દુનિયાભર માટે ખતરો બની ગયો છે.

તીવ્ર ગરમીઅને ભેજથી નબળો પડી રહ્યો છે કોરોના વાયરસ, અમેરિકી રિસર્ચનો દાવોતીવ્ર ગરમીઅને ભેજથી નબળો પડી રહ્યો છે કોરોના વાયરસ, અમેરિકી રિસર્ચનો દાવો

English summary
American Researchers claims more than 100 types of Coronavirus are Found In Bats, Corona may attack again.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X