ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પણ અહીં ભાઈચારાથી રહે છે યહુદી-પેલેસ્ટાઈની, નફરતની કોઈ જગ્યા નથી

ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. નફરતના આ સમયમાં એક ગામ પેલેસ્ટાઈની-ઇઝરાયેલીઓનો શાંતિનો સંદેશ આપી રહ્યું છે.

પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચેની વર્ષો જુની દુશ્મની વચ્ચે એક એવા ગામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, જે એકબીજાને નફરત કરનારા ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનને શાંતિનો સંદેશ આપી રહ્યું છે.

Wahl Al Salam

ઇઝરાયેલના જેરુસલેમ અને તેલ અવીવની વચ્ચે એક ગામ આવેલુ છે અને અહીં હજારો યહૂદીઓ અને પેલેસ્ટિનિયનો રહે છે. અહીં આ બંને સમુદાયના લોકો સાથે રહે છે અને નફરતથી દૂર છે. બંને દેશો વચ્ચેના તમામ વિવાદો છતાં આ લોકો એકબીજાને મદદ કરે છે અને સાથે રહે છે.

અહેવાલો અનુસાર, આ ગામનું નામ અરબીમાં વાહલ અલ સલામ છે અને તેનો અર્થ શાંતિનું મરૂ સ્થાન થાય છે. આ ગામમાં 70 થી વધુ પરિવારો રહે છે. તેમાં યહૂદીઓ અને આરબો બંનેનો સમાવેશ થાય છે.

આ ગામમાં ફક્ત તે જ પરિવારો રહેવા આવે છે જે બંને તરફ શાંતિ જાળવવામાં માને છે. આ લોકો એકબીજામાં કોઈપણ રીતે ભેદભાવ રાખતા નથી. આ ગામમાં બાળકો માટે એક મોટી શાળા બનાવવામાં આવી છે, જેમાં યહૂદી અને અરબી બંને સમુદાયના બાળકો સાથે અભ્યાસ કરે છે.

યુદ્ધ વચ્ચે હાજર આ ગામ માત્ર 4 પરિવારો સાથે શરૂ થયું હતું અને ત્યારબાદ ઘણા લોકો અહીં રહેવા લાગ્યા. આજે આ ગામની વસ્તી સતત વધી રહી છે અને અહીંના કેટલાક લોકો ઇઝરાયલ અને પેલેસ્ટાઇનમાં પણ આ સંદેશ પહોંચાડવાનું કામ કરે છે. તેમને આશા છે કે એક દિવસ નફરતનો અંત આવશે અને બંને દેશો શાંતિથી રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X