For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વીડન: પહેલા મહિલા PM ચૂંટાયા બાદ ગણતરીના કલાકોમાં એન્ડરસનને આપવુ પડ્યુ રાજીનામુ

સ્વીડનની ગણતરી દુનિયાના સૌથી સમૃધ્ધ દેશોમાં થાય છે.સ્વીડનની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મેગ્ડેલના એન્ડરસનને સંસદ દ્વારા પહેલા પીએમ તરીકે ચૂંટવામાં આવ્યા હતા પણ એ પછી તરત જ અન્ય એક ગ્રીન પાર્ટીએ પોતાનો ટેકો પાછો ખેંચ

|
Google Oneindia Gujarati News

સ્વીડનની ગણતરી દુનિયાના સૌથી સમૃધ્ધ દેશોમાં થાય છે.સ્વીડનની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મેગ્ડેલના એન્ડરસનને સંસદ દ્વારા પહેલા પીએમ તરીકે ચૂંટવામાં આવ્યા હતા પણ એ પછી તરત જ અન્ય એક ગ્રીન પાર્ટીએ પોતાનો ટેકો પાછો ખેંચતા મેગ્ડેલના એન્ડરસનને પીએમ તરીકે રાજીનામુ આપવુ પડ્યુ છે.

Magdalena Andersson

સ્વીડનની 349 બેઠકોવાળી સંસદમાં પીએમ બનવા માટે મેગ્ડેલના એન્ડરસનને 117 સાંસદોનુ સમર્થન હતુ પણ તેની સામે 174 તેમના વિરોધમાં હતા.આ પૈકી 57 સાંસદ હાજર નહોતા.જોકે ગઠબંધનના કારણે તેઓ પીએમ તો બની શક્યા હતા પણ ગણતરીના કલાકો બાદ તેમણે રાજીનામુ આપી દીધુ હતુ.તેમને પહેલા ટેકો આપનાર ગ્રીન પાર્ટીને બજેટના પ્રસ્તાવને લઈને પીએમ સાથે મતભેદો સર્જાયા હતા.જેના પગલે આખરે પીએમ એન્ડરસને રાજીનામુ આપી દેવાનો નિર્ણય લીધો હતો.

બાદમાં મેગ્ડેલના એન્ડરસનને કહ્યુ હતુ કે, મારા માટે સન્માનનો સવાલ હતો પણ હું એવી સરકારનુ નેતૃત્વ કરવા નહોતી માંગતી જેની કાયદેસરતા પર સવાલ ઉઠાવાય.

English summary
Anderson had to resign within hours of the first woman PM being elected
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X