જાપાનમાં વધુ એક વખત ધરતી ધ્રુજી, 6.0 ની તિવ્રતાને પગલે સુનામીની કેટલી સંભાવના?
ભયાનક ભુકંપનો સામનો કરી રહેલા જાપાનમાં ફરી એક વખત ધરતી ધ્રુજી છે. અહેવાલો અનુસાર, જાપાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.
GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના જણાવ્યા અનુસાર, મંગળવારે જાપાનના હોન્શુના પશ્ચિમ કિનારે રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતાનો ભૂકંપ રેકોર્ડ કરવામાં આવ્યો છે.

જો કે ભૂકંપ બાદ કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી અને ન તો સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆત જાપાન માટે સારી રહી ન હતી. 1 જાન્યુઆરીએ દેશમાં આવેલા ખતરનાક ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
