For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસ માટે સફળ દવા નથી હાઈડ્રોક્સીક્લોરોક્વીન, વધુ એક ટેસ્ટમાં થઈ નિષ્ફળ

હાઈડ્રોક્સીક્લોરોક્વીન પણ કોવિડ-19ના ઈલાજ માટે સફળ દવા સાબિત થઈ શકી નથી.

|
Google Oneindia Gujarati News

આખી દુનિયા અત્યારે કોરોના વાયરસ(કોવિડ-19) મહામારી સામે લડી રહી છે. અત્યાર સુધી આ વાયરસથી બચવા માટે કોઈ દવા નિશ્ચિત દવા નથી. તેમછતાં દુનિયાના ઘણા દેશોમાં અચાનક હાઈડ્રોક્સીક્લોક્વીન(એચસીક્યુ) દવાની માંગ વધી પરંતુ તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે હાઈડ્રોક્સીક્લોરોક્વીન પણ કોવિડ-19ના ઈલાજ માટે સફળ દવા સાબિત થઈ શકી નથી. આ દવાની ક્ષમતા વિશે ટેસ્ટ કરવામાં આવ્યો. આ દવા વધુ એક ટેસ્ટમાં નિષ્ફળ સાબિત થઈ છે.

વધુ એક ટેસ્ટમાં નિષ્ફળ

વધુ એક ટેસ્ટમાં નિષ્ફળ

ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિન(NEJM)મા પ્રકાશિત એક અધ્યયન મુજહ હાઈડ્રોક્સીક્લોક્વીનની દવા કોવિડ-19ના દર્દીઓને રિકવર કરવા સંબંધિત અત્યાર સુધીના સૌથી મોટા વધુ એક ટેસ્ટમાં નિષ્ફળ સાબિત થઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોવિડ-19ની શરૂઆતથી જ આ દવા માટ ઉત્સાહિત હતા અને તેને કોરોનાના ઈલાજમાં એક ગેમ ચેન્જર ગણાવી રહ્યા હતા. આ અધ્યયનમાં કહેવામાં આવ્યુ છે કે હાઈડ્રોક્સીક્લોરોક્વીનથી ના તો બિમાર લોકોને થઈ રહેલી શ્વાસ લેવાની મુશ્કેલી પર કોઈ અસર પડી અને ના તેમના મોત પરનુ જોખમ ઓછુ થયુ. અધ્યયનમાં કહેવામાં આવ્યુ છે કે દવાથી કોઈ સંભવિત લાભ કે નુકશાન થયુ નથી. આ દવા ન્યૂયોર્ક શહેરના પ્રેસ્બિટેરિયન હોસ્પિટલ અને ન્યૂયોર્કના કોલંબિયા વિશ્વવિદ્યાલ ઈરવિંગ મેડિકલ સેન્ટરમાં કોવિડ-19 ઈમરજન્સી રૂમમાં 1,376 રોગીઓને આપવામાં આવી હતી. અધ્યયનમાં જોવા મળ્યુ કે જે દર્દીઓને દવા આપવામાં આવી નહોતી તેમની તુલનામાં સતત દર્દીઓમાં મૃત્યુનુ જોખમ ઘણુ વધુ કે ઓછુ થયુ નથી.

હાઈડ્રોક્સીક્લોરોક્વીનથી કોઈ ફાયદો નહિ

હાઈડ્રોક્સીક્લોરોક્વીનથી કોઈ ફાયદો નહિ

આ રિસર્ચ કરનારી ટીમના મુખ્ય ડૉક્ટર નીલ શ્લૂગરે ન્યૂઝ એજન્સી રૉયટર્સ સાથે વાત કરીને કહ્યુ, અમે આ દવાથી કોવિડ-19ના દર્દીઓમાં કોઈ ફાયદો અનુભવ્યો નથી. આનાથી ના તો તેમને શ્વાસમાં લેવામાં થઈ રહેલી મુશ્કેલીમાં ફાયદો થયો છે અને ના મોતની સંખ્યા પર કોઈ નિયંત્રણ આવી રહ્યુ છે. જે દર્દીઓને આ દવા આપવામાં આવી છે તેમના આરોગ્ય પર આની કોઈ સકારાત્મક અસર થઈ નથી. જે લોકોને હાઈડ્રોક્સીક્લોરોક્વીન આપવામાં આવી હતી તેમાથી32.3 ટકા દર્દીઓને વેંટીલેટરની જરૂર પડી અથવા તેમના મોત થઈ ગયા. જ્યારે જે લોકોને આ દવા ન આપવામાં આવી તેમાં આ સંખ્યા 14.9 ટકા છે.

શું છે હાઈડ્રોક્લીક્લોરોક્વીન દવા

શું છે હાઈડ્રોક્લીક્લોરોક્વીન દવા

હાઈડ્રોક્સીક્લોરોક્વીન એંટી મેલેરિયા ડ્રગ ક્લોરોક્વીનથી અલગ દવા છે. આ દવાને મેલેરિયાના ઈલાજમાં તો ઉપયોગ કરી શકાય છે સાથે સાથે આનો ઉપયોગ આર્થરાઈટિસમાં પણ થાય છે.

આ પણ વાંચોઃ દેશમાં 24 કલાકમાં 3320 નવા કેસ અને 95 મોત, કુલ સંક્રમિત 60 હજારની નજીકઆ પણ વાંચોઃ દેશમાં 24 કલાકમાં 3320 નવા કેસ અને 95 મોત, કુલ સંક્રમિત 60 હજારની નજીક

English summary
anti malaria drug hydroxychloroquine failed another test in treating coronavirus disease
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X