For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરમાં હવે એક પણ આતંકી હુમલો થયો તો થશે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધઃ રિપોર્ટ

જમ્મુ કાશ્મીરમાં હવે જો કોઈ પણ આતંકી હુમલો થયો તો ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણી હદ સુધી વધી જશે અને બંને દેશ એક વાર ફરીથી યુદ્ધના મેદાનમાં હશે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં હવે જો કોઈ પણ આતંકી હુમલો થયો તો ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણી હદ સુધી વધી જશે અને બંને દેશ એક વાર ફરીથી યુદ્ધના મેદાનમાં હશે. જર્મનીના મ્યૂનિખમાં થોડા દિવસો અગાઉ થયેલી કૉન્ફરન્સ બાદ આવેલા એન્યુઅલ રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ વખતે ભારત પહેલાની તુલનામાં ઘણી વધુ મજબૂત પ્રતિક્રિયા આપવા માટે તૈયાર છે. આ રિપોર્ટને રવિવારે ઈશ્યુ કરવામાં આવ્યો છે. આ કૉન્ફરન્સમાં વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ભાગ લીધો હતો.

આતંકી સંગઠન બનાવી રહ્યા છે ભારતને નિશાન

આતંકી સંગઠન બનાવી રહ્યા છે ભારતને નિશાન

રિપોર્ટમાં કાશ્મીર મુદ્દાને આ વર્ષના 10 વિવાદોમાં શામેલ કરવામાં આવ્યો છે. આમાં કહેવામાં આવ્યુ છે કે કાશ્મીર પર ચાલી રહેલ ભારત અને પાકિસ્તાનમાં જે તણાવ છે તે સંકટ વધારી શકે છે. આમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાન, આતંકવાદને પોતાની રાષ્ટ્રીય નીતિ તરીકે ઉપયોગ કરે છે અને પાક સ્થિત આતંકી સંગઠન ભારતને નિશાન બનાવી રહ્યા છે.

ટૉપ 10 સંઘર્ષોની લિસ્ટ

ટૉપ 10 સંઘર્ષોની લિસ્ટ

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાઓ જવાની તૈયારી કરી રહી છે અને હવે આ દેશમાં આતંકીઓને રોકવાની કોશિશો કરવામાં આવશે. કાશ્મીર ઉપરાંત અફઘાનિસ્તાનને પણ ટૉપ 10 સંઘર્ષોની લિસ્ટમાં રાખવામાં આવ્યુ છે. રિપોર્ટ મુજબ છેલ્લા અમુક વર્ષોથી કાશ્મીર આંતરરાષ્ટ્રીય રડારથી બહાર હતુ પરંતુ ગયા વર્ષે ભારત-પાકિસ્તાન વચ્ચે તનાતનીએ આને ફરીથી સંઘર્ષોની લિસ્ટમાં જગ્યા અપાવી દીધી છે.

કોઈ પણ ક્ષણે થઈ શકે છે પરમાણુ યુદ્ધ

કોઈ પણ ક્ષણે થઈ શકે છે પરમાણુ યુદ્ધ

રિપોર્ટમાં લખવામાં આવ્યુ છે, ‘નવી દિલ્લી પાસે એ અંગેનો કોઈ રોડમેપ નથી કે આગળ શું થશે. સૌથી મોટો ખતરો છે કે હવે કોઈ પણ આતંકી હુમલો તણાવને ઘણો વધારી દેશે. જો કોઈ નવુ સંકટ આવ્યુ તો પછી વિદેશી તાકાતોએ આ વિવાદિત સીમા પર શાંતિ સુનિશ્ચિત કરવા માટે પૂરી તાકાત લગાવવી પડશે.' રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે નૉર્થ કોરિયા, ભારત-પાકિસ્તાન અને ઈરાન સાથે જોડાયેલા સંઘર્ષ કોઈ પણ સમયે પરમાણુ તણાવ તરફ આગળ વધી શકે છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ઈન્ટરનેશનલ બૉર્ડર પર તણાવ વધી ગયો હતો. ત્યારબાદ પાંચ ઓગસ્ટ 2019ના રોજ જ્યારે ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી તો પણ સીમા પર બંને દેશો વચ્ચે સંકટની સ્થિતિ બની ગઈ હતી.

આ પણ વાંચોઃ Bigg Boss 13: સિદ્ધાર્થની જીત બાદ ટ્રોલ થઈ રહી છે મનીષા શર્મા, જાણો કોણ છે આ મહિલાઆ પણ વાંચોઃ Bigg Boss 13: સિદ્ધાર્થની જીત બાદ ટ્રોલ થઈ રહી છે મનીષા શર્મા, જાણો કોણ છે આ મહિલા

English summary
Any terror attack in Kashmir will lead India Pakistan to military confrontation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X