For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાર્જિંગમાં લગાવીને કરી વાત તો iPhoneએ લીધો જીવ!

|
Google Oneindia Gujarati News

iphone
સિંગાપોર, 15 જુલાઇ: iPhone ના યુઝર્સને પોતાના ફોનથી ખૂબ જ લગાવ હોય છે પરંતુ ચીનમાં એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળ્યા બાદ આપને આપના iPhone થી ડર લાગવા લાગશે. ચીનમાં 23 વર્ષની એક યુવતી iPhoneનો ઉપયોગ કરતી વખતે કરંટ લાગતા મૃત્યું થયું છે.

યુવતીના પરિવારવાળાએ આરોપ લગાવ્યો છે. આ ઘટના પશ્ચિમોત્તર ઝિનજિયાંગ ઉઇગુર સ્વાયત્ત ક્ષેત્રની છે. આ ઘટના ઓનલાઇન દુનિયામાં ચર્ચાનો વિષય બનેલી છે. ઓનલાઇન ક્ષેત્રે ખાસ કરીને iPhone ના ચાહકોમાં આની ચર્ચા વખવાના કારણે iPhone નિર્માતા કંપની એપ્પલે વિસ્તૃત તપાસના આદેશ આપી દીધા છે.

પીડિતાની મા એલુનની મોટી બહેને માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ સિના વેબો પર જણાવ્યું કે એલુનને એ વખતે કરંટ લાગ્યો જ્યારે તે iPhone પર આવે ફોનને રીસિવ કરી રહી હતી. એ વખતે તેનો ફોન ચાર્જિંગમાં હતો.

'ચાઇના ડેલી'નું માનીએ તો પીડિતાની બહેનના હવાલાથી જણાવ્યું કે 'હું આશા રાખું છું કે એપ્પલ અમને સ્પષ્ટીકરણ આપશે. એ પણ આશા છે કે આપ બધા લોકો ચાર્જિંગ કરતી વખતે મોબાઇલ ફોનથી વાત કરવાનું ટાળશો.' એલુનના પિતા મા ગુઆંગુઇએ આ વાતની ખરાઇ કરી છે કે તેમની પુત્રીને કરંટ લાગ્યો છે અને શરીર પર લાગેલા નિશાનો પણ એ જ દર્શાવે છે.

English summary
Apple to probe death of Chinese woman who used iPhone when it was charging.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X