ક્યારેક હિટરલની સેના વાપરતી તે જ ડ્રગ્સ હમાસના લડવૈયા લઈ રહ્યા છે? જાણો શું છે આ ડ્રગ્સની ખાસિયત?
હાલમાં જ ઇઝરાયેલી મીડિયા દાવા કરી રહ્યું છે કે હમાસના લડવૈયાઓ ડ્રગ્સનું સેવન કરીને યુદ્ધ લડી રહ્યા છે. આ ડ્રગ્સ જર્મન તાનાશાહ હિટલરે યુદ્ધ દરમિયાન તેના સૈનિકોને ખવડાવ્યુ હતુ.
પેલેસ્ટાઈન અને ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે દાવો કરવામાં આવી રહ્યો છે કે સંઘર્ષ દરમિયાન માર્યા ગયેલા આતંકવાદીઓના ખિસ્સામાંથી કેપ્ટાગોન નામના ડ્રગ્સની ગોળીઓ મળી આવી છે.

આ ડ્રગ્સને કોકેન પણ કહેવામાં આવે છે અને તેનું સેવન કર્યા પછી વ્યક્તિ વધુ સતર્ક થઈ જાય છે અને ભૂખ અને તરસ પણ લાગતી નથી. યુરોપમાં તે ડિપ્રેશન જેવા રોગોની સારવાર માટે તૈયાર કરવામાં આવ્યું હતું. તેના વધુ પડતા ઉપયોગ પર પ્રતિબંધ છે.
જણાવી દઈએ કે આ ડ્રગનો ઉપયોગ ખાસ કરીને સીરિયાના આતંકવાદીઓ ગૃહ યુદ્ધ દરમિયાન કરતા હતા. ત્યાં લોકો વર્ષોથી એકબીજાનો વિરોધ કરતા હતા અને ખાણી-પીણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.
અહીં છોકરાઓ ડ્રગ્સનું સેવન કરીને લડતા હતા. આ પછી મધ્ય પૂર્વની આસપાસના દેશોમાં તેનો પુરવઠો વધ્યો. સાઉદી અરેબિયા સહિત ઘણા દેશોમાં આ ડ્રગ્સને લઈને કડક સજા સંભળાવી છે.
હિટલર અને તેની સેના દ્વારા કરવામાં આવેલા નરસંહાર સંદર્ભે કહેવાય છે કે તે ડ્રગ્સનો ઉપયોગ કરતો હતો. હિટલરે તેના અનુયાયીઓને નશો કરવા માટે વિવિધ પ્રકારના ડ્રગ્સનો ઉપયોગ કર્યો હતો.
આ ડ્રગ્સમાં ઓક્સિકોડોન, મોર્ફિન અને કોકેઈન સામેલ હતા. લડાઈઓ અથવા હત્યાઓ પહેલા પણ સમગ્ર નાઝી પાર્ટીએ મેથેમ્ફેટામાઈન નામના ડ્રગ્સ ઉપયોગ કર્યો હતો. આ થાક્યા વિના યુદ્ધ લડી શકાય તે માટે કરવામાં આવતું હતુ.












Click it and Unblock the Notifications
