Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેજરીવાલની પાર્ટી 'AAP' શિકાગોમાં કરશે સંમેલન

arvind-kejriwal
વોશિંગ્ટન, 17 મે: અમેરિકામાં ભારતીય મૂળના અમેરિકનોનું સમર્થન પ્રાપ્ત કરવા માટે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી (આપ) શિકાગોમાંમાં શનિવારે એક સંમેલનનું આયોજન કરી રહી છે.

દેશભરમાંથી ભારતીય મૂળના અમેરિકનો આ સંમેલનમાં ભાગ લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલ તેને સંબોધિત કરશે.

આપ સંમેલન આયોજિત સમિતિના સદસ્ય ડૉ. મુનીશ રાયજાદાએ કહ્યું હતું કે 'ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કડક વલણ દાખવવું જરૂરી હોવા પર ભાર મૂકવા માટે આપણે ભેગાં થઇએ છીએ.

તેમને કહ્યું હતું કે આ સંમેલનમાં રાજકીય નેતૃત્વ દ્વારા વધુ જવાબદેહીની માંગણીને લઇને એક પ્રસ્તાવ પારિત કરવાની આશા છે, જેથી લોક સંસ્થાઓને વધુ પ્રભાવશાળી બનાવી શકાય. આમ આદમી પાર્ટીના પ્રમુખ નેતા કુમાર વિશ્વાસ અને પ્રોફેસર યોગેન્દ્ર યાદવ સમર્થકોને સંબોધિત કરવા ભારત આવશે.

આપના અમેરિકી સંમેલનના પ્રવક્તા હર્ષ તનેજાએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ ભારતના વિકાસ અને તેમાં પ્રવાસી ભારતીયો (એનઆરઆઇ)ની ભૂમિકા પ્રત્યે આપના દ્રષ્ટિકોણ પર, પ્રોફેસર યાદવ સાચા લોકતંત્રમાં નાગરિક કેવી રીતે સશક્ત થાય અને કુમાર વિશ્વાસ 'આઝાદીના 65 વર્ષ એક કવિની નજરથી' પર પોતાના વિચાર પ્રગટ કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X