Video: પૃથ્વીને સ્પર્શીને નિકળી ગયો નાનો પણ ઝેરીલો ગ્રહ

વોશિંગ્ટન, 19 ફેબ્રુઆરી: સોમવારની રાત્રે (ભારતમાં મંગળવારે સવારે 7 વાગે) જે સમયે અડધી દુનિયા ઉંઘી રહી હતી અને અડધી કામમાં વ્યસ્ત હતી, ત્યારે પૃથ્વીની નજીકથી એક નાનકડો ગ્રહ જેને તમે ગ્રહિકા પણ કહો છો, પૃથ્વીને સ્પર્શ કરીને નિકળી ગયો. આ ગ્રહનો આકાર ફૂટબોલ મેદાન કરતાં ત્રણગણો હતો. વૈજ્ઞાનિકોનું માનીએ તો આ ગ્રહ હકિકતમાં તમામ ઝેરીલા ગેસોથી યુક્ત હતો, જો તે પૃથ્વી સાથે અથડાઇ જતો તો ના જાણે કેટલા શહેર નષ્ટ થઇ જાત.

વૈજ્ઞાનિકોએ આ ગ્રહિકાનું નામ 2000 ઇએમ26 આપ્યું, જે સોમવારે રાત્રે એટલે કે જ્યારે ભારતમાં મંગળવારનો દિવસ હતો, ત્યારે 27000 માઇલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની નજીકથી નિકળી ગયો.

આ ગ્રહિકાની ચાલને કેમેરામાં સ્લૂહ સ્પેસ કેમરા વડે કેદ કરવામાં આવી. આ કેમેરાના માધ્યમથી ગ્રહિકાની ચાલ પર નજર રાખવામાં આવી. નાસાના વૈજ્ઞાનિકોની પૂર્વ ચેતાવણી તથા સૂચના બાદ પહેલાંથી ખબર પડી ગઇ હતી કે આ ગ્રહ પૃથ્વી સાથે ટકરાશે નહી, જો કે વૈજ્ઞાનિકો ફક્ત તેની ચાલ પર નજર રાખી રહ્યાં હતા.

આમ તો આ ગ્રહિકા પૃથ્વીથી 16 લાખ માઇલના અંતરેથી નિકળ્યો, પરંતુ વૈજ્ઞાનિક માને છે કે આ અંતર પણ પૃથ્વી માટે ખતરનાક હતું, કારણ કે જો આ થોડો નજીક હોત તો પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ તેને પોતાની તરફ ખેંચી લેત અને દુનિયાના કેટલાક ભાગોમાં તબાહી મચ જાત.

વીડિયોમાં જુઓ કેવી રીતે પસાર થયો ગ્રહ:

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/uNy8iHsi3j8?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X