અંતરિક્ષ યાત્રીએ 40 વર્ષ પહેલાં ચંદ્ર પર છોડી પરિવારની તસવીર

Duke
લંડન, 14 ફેબ્રુઆરીઃ અપોલો 16 મિશનમાં સામેલ રહેલા અંતરિક્ષયાત્રી ચાર્લ્સ ડ્યૂકે 40 વર્ષ પહેલા માત્ર ચાંદ પર પોતાના પગલાની છાપ જ નહોંતી છોડી પરંતુ એક ઐતિહાસિક ચંદ્ર મિશન પર પોતાના પરિવારની એક તસવીર પણ છોડી હતી.

અંતરિક્ષયાત્રી ચાર્લી ડ્યૂક અને જોન યંગ 23 એપ્રિલ, 1972એ ચંદ્રના મિશન પર નિકળ્યા હતા. ડેલી મેલના અહેવાલ અનુસાર લુનર મોડ્યુલ પાયલોટ ડ્યૂકે પોતાના પત્ની અને બે બાળકો સાથે ખેંચેલી તસવીર ત્યાં છોડી દીધી અને તેના પગલાના નિશાનની નજીક ધુળવાળી જમીન પર નાંખવામાં આવી. આ તસવીર આજે પણ ત્યાં જ છે.

તસવીરની પાછળ ડ્યૂકના પરિવારના હસ્તાક્ષર છે અને તેના પર સંદેશ લખેલો છે, આ પૃથ્વિ ગ્રહના અંતરિક્ષયાત્રી ડ્યૂકના પરિવારની છે. એપ્રિલ, 1972માં ચંદ્ર પર. પ્રોજેક્ટ એપોલોમાં તસવીર અભિલેખાગારમાં આ ચિત્ર સામે આવ્યું છે. અભિલેખાગાર ઐતિહાસક માનવ ચંદ્ર મિશનો સાથે જોડાયેલી ડિઝિટલ તસવીરોનું સ્ત્રોત છે.

ડ્યૂકે અમેરિકન વાયુ સેના દ્વારા જારી એક સ્મૃતિ પદક પણ ત્યાં છોડ્યું જે 1972માં પોતાની 25મી વર્ષગાંઠ મનાવી રહી હતી. એપોલો 16 અમેરિકન એપોલો અંતરિક્ષ કાર્યક્રમમાં દશમું માનવ મિશન હતું. ડ્યૂક 36 વર્ષની ઉમરે ચંદ્રમાં પર પગ મુકનાર દસમાં અને સૌથી યુવા અંતરિક્ષયાત્રી બની ગયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X