ન્યૂયોર્કમાં વિસ્ફોટના કારણે બે ઇમારતો ધરાસાઇ થઇ, 3ના મોત

ન્યૂયોર્ક, 13 માર્ચ: બુધવારે ન્યૂયોર્કના મેનહટનમાં એક જોરદાર વિસ્ફોટ બાદ બે ઇમારતો ધરાસાઇ થઇ ગઇ. આ દુર્ઘટનામાં 3 લોકોના માર્યા જવાના સમાચાર છે, જ્યારે 20 જેટલા લોકો ઘાયલ થયા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિસ્ફોટ ગેસ પાઇપલાઇન ફાટવાના કારણે થયો.

ન્યૂયોર્કના મેનહટનમાં ઇસ્ટ હાર્લેમ વિસ્તારમાં સવારેની ચહલ-પહલ હજી તો શરૂ જ થઇ હતી કે એક જોરદાર વિસ્ફોટ થયો. લોકો કઇ સમજી શકે એ પહેલા જ આસપાસની બે ઇમારતોનો કાટમાળ ધસવા લાગ્યો. લોકો આતંકી હુમલાના ભયથી આમ તેમ ભાગવા લાગ્યા. લોકોના મનમાં 9/11ની યાદ તાજી થઇ ગઇ, પરંતુ પ્રાથમિક તપાસમાં એ સ્પષ્ટ થઇ ગયું છે કે આ આતંકવાદી હુમલો નથી.

દુર્ઘટનાના તુરંત બાદ ઘટના સ્થળે આવી પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો. દુર્ઘટનાનો શિકાર બનેલા ઇમારતમાં રહેનારા લોકોનું કહેવું છે કે વિસ્ફોટ પહેલા તેમને ગેસની ગંધ અનુભવાઇ હતી અને તેમણે તેની ફરિયાદ પણ નોંધાવી હતી. ફાયર ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ગેસ લિકેજની જાણકારી મળતા જ તેમની ટીમ નીકળી ગઇ હતી પરંતુ તેમના પહોંચતા પહેલા જ દુર્ઘટના ઘટી ગઇ. અને બે ઇમારત ધરાસાઇ થઇ ગઇ જેમાં 3 લોકોના મોત પણ થયા.

ઘટના સમયે હાજર લોકોનું કહેવું છે કે વિસ્ફોટ ખૂબ જ જોરદાર હતો. જેણે આખા વિસ્તારને હચમચાવી નાખ્યો હતો. વિસ્ફોટ બાદ ત્યાંથી પસાર થનાર ગેસ પાઇપલાઇનની સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે. દુર્ઘટનામાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એક બાળકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.

જુઓ ન્યૂયોર્ક દુર્ઘટનાને તસવીરોમાં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X