For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોઝામ્બિક: ઓઇલ ટેંકરમાં ધમાકો થતા 73 ના મોત, 100 થી વધુ ઘાયલ

મોઝામ્બિક દુનિયાના સૌથી ગરીબ દેશોમાંનો એક છે. 1992 માં સિવિલ વોર ખતમ થયા બાદ અહીં ખૂબ જ આર્થિક સંકટ ચાલી રહ્યુ છે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

પશ્ચિમ મોઝામ્બિકના એક ગામમાં ઓઇલ ટેંકરમાં થયેલા ધમાકામાં અત્યાર સુધીમાં આશરે 73 લોકોના મોત નીપજ્યા છે. આ ઘટનામાં 100 થી પણ વધુ લોકો ઘાયલ થયા છે.

mozambic

સરકારી રેડિયોમાં જારી કરેલ જાણકારી મુજબ પેટ્રોલ લઇને જઇ રહેલ ટ્રકમાં થયેલ ધમાકામાં અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા 73 થઇ છે. જ્યારે 110 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર જણાવાઇ રહી છે. આમાં બાળકો પણ શામેલ છે. સરકાર આ ઘટના અંગે ખેદ પ્રગટ કરે છે. ઘાયલોને દરેક પ્રકારની સંભવ મદદ કરવામાં આવી રહી છે.

blast

ધમાકાના કારણોની તપાસ

ટેંકરમાં ધમાકાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. સૂચના મંત્રાલયના નિર્દેશક જોએઓ માનાસ્સેસના જણાવ્યા મુજબ તપાસ કરવામાં આવી રહી છે કે જ્યારે ટેંકરમાં ધમાકો થયો ત્યારે તેમાંથી ઓઇલ વેચવામાં આવી રહ્યુ હતુ કે તેને સ્થાનિક લોકોના હવાલે કરી દેવામાં આવ્યુ હતુ.

poverty

દુનિયાના સૌથી ગરીબ દેશોમાંનો એક છે આ દેશ

મોઝામ્બિક દુનિયાના સૌથી ગરીબ દેશોમાંનો એક છે. 1992 માં સિવિલ વોર ખતમ થયા બાદ અહીં ખૂબ જ આર્થિક સંકટ ચાલી રહ્યુ છે. હાલમાં જ સરકારે ઓઇલના ભાવોમાં વધારો કર્યો હતો.

English summary
At least 73 killed and over 100 injured in oil tank truck explosion in Mozambique.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X