સંયુક્ત રાષ્ટ્રમાં ભારત અને ચીને કરી યુક્રેન પર હુમલાની નિંદા, પરંતુ વોટિંગ કરવાથી જાળવ્યુ અંતર

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત અને ચીને યુક્રેન પર રશિયા દ્વારા કરવામાં આવેલ આક્રમણની નિંદા કરી છે.

જિનેવાઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત અને ચીને યુક્રેન પર રશિયા દ્વારા કરવામાં આવેલ આક્રમણની નિંદા કરી છે. પરંતુ સુરક્ષા પરિષદમાં વોટિંગ કરવાનુ ટાળ્યુ છે. યુક્રેનમાં રશિયાના આક્રમણની નિંદા કરતા પ્રસ્તાવ પર મતદાન કરવા માટે યુએનએસસીની ઈમરજન્સી સત્ર ચાલી રહ્યુ છે. જેમાં ચીન અને ભારત બંનેએ વોટ કરવાનુ ટાળ્યુ છે. યુક્રેન પર યુએનએસસીની બેઠકમાં યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિે કહ્યુ, 'યુક્રેનમાં હાલના ઘટનાક્રમથી ભારત ખૂબ પરેશાન છે. અમે આગ્રહ કરીએ છીએ કે હિંસા અને શત્રુતાને તત્કાલ સમાપ્ત કરવા માટે બધા પ્રયત્ન કરવામાં આવે. માનવ જીવનનની કિંમત પર કોઈ પણ સમાધાન ન કાઢી શકાય.'

unsc

ટીએસ મૂર્તિએ આગળ કહ્યુ, 'એ દુઃખની વાત છે કે કૂટનીતિનો રસ્તો છોડી દીધો. આપણે એના પર પાછુ આવવુ પડશે. આ બધા કારણોથી ભારતે આ પ્રસ્તાવથી દૂર રહેવાનો વિકલ્પ પસંદ કર્યો છે.' ટીએસ મૂર્તિએ એ પણ કહ્યુ કે બધા સભ્ય દેશોને રચનાત્મક રીતે આગળ વધવા માટે આ સિદ્ધાંતોનુ સમ્માન કરવાની જરુર છે. મતભેદો અને વિવાદોને ઉકેલવા માટે સંવાદ જ એકમાત્ર ઉપાય છે કે જે હાલમાં મુશ્કેલ લાગી શકે છે.

વળી, ચીને પણ યુક્રેન પર હુમલાની નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના સ્થાયી પ્રતિનિધિ ઝાંગ જૂને કહ્યુ, 'અમે માનીએ છીએ કે બધા રાજ્યોની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનુ સમ્માન કરવુ જોઈએ અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ઉદ્દેશો અને સિદ્ધાંતોને જાળવી રાખવા જોઈએ. એક દેશની સુરક્ષા બીજા દેશોની સુરક્ષાને નબળી કરવાની કિંમતે ન કરી શકાય. માટે ચીન આ વોટનો હિસ્સો નથી. યુક્રેને પૂર્વ અને પશ્ચિમ વચ્ચે એક પુલ બનવુ પડશે.' વળી, રશિયાના સંયુક્ત રાષ્ટ્રદૂતે સંયુક્ત રાષ્ટ્ર્ સુરક્ષા પરિષદના ડ્રાફ્ટને રશિયા વિરોધી ગણાવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X