કાબુલ: અમેરીકી યુનિવર્સિટીમાં થયો આતંકી હુમલો 12 લોકોની મોત
અફધાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી અમેરિકી યુનિવર્સિટીમાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે. હાલ હુમલો કરનાર બે લોકોને સુરક્ષાકર્મીઓએ મારી નાખ્યા છે. કાબુલ પોલિસના વડાએ સીએનએનને માહિતી આપતા જણાવ્યું છે કે આ ધટનામાં સાત વિદ્યાર્થી, બે સિક્યોરીટી ગાર્ડ અને ત્રણ પોલીસ કર્મીઓની મોત થઇ છે. સાથે જ 35 વિદ્યાર્થી અને 9 પોલિસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે. અને લગભગ 750 જેટલા સ્ટાફ અને વિદ્યાર્થીઓને બચાવવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ આ હુમલા 7 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે હથિયારબંધ લોકો યુનિવર્સિટીના કોમ્પલેક્ષમાં ધૂસી આવ્યા હતા. આતંકી હુમલાથી બચીને ભાગવામાં સફળ રહેલા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે તેમને ગોળીઓ અને બોમ્બ વિસ્ફોટના અવાજ સાંભળ્યા હતા. જો કે હજી સુધી કોઇ સંગઠનના આ હુમલાની જવાબદારી નથી લીધી. નોંધનીય છે કે આ મહિનામાં આ યુનિવર્સિટીના બે વિદેશી પ્રોફેસરોનું અપહરણ કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
