અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીના પતિ પર હુમલો, ઘરમાં ઘુંસીને મારામારી કરી!

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં સ્પીકર નેન્સી પેલોસીના પતિ પર જાનલેવા હુમલો થયો હોવાના અહેવાલ છે. મળતા સમાચાર અનુસાર, હમલાવરે તેમના ઘરમાં ઘુસીને તોડફોડ અને તેમના પતી સાથે મારામારી કરી હતી.

સાન ફ્રાન્સિસ્કો : અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં સ્પીકર નેન્સી પેલોસીના પતિ પર જાનલેવા હુમલો થયો હોવાના અહેવાલ છે. મળતા સમાચાર અનુસાર, હમલાવરે તેમના ઘરમાં ઘુસીને તોડફોડ અને તેમના પતી સાથે મારામારી કરી હતી. નેન્સી પેલોસીની ઓફિસ દ્વારા આપેલી માહિતી અનુસાર, સાન ફ્રાન્સિસ્કોમાં ઘરની તોડફોડ કર્યા પછી હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર કસ્ટડીમાં છે અને હુમલાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. નેન્સી પેલોસીના પતિને હોસ્પિટલમાં લઈ જવાયા છે અને સારવાર ચાલી રહી છે.

Nancy Pelosis husband

ઓફિસના જણાવ્યા અનુસાર, નેન્સીના પતિને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને જલ્દી સાજા થઈ જવાની ઉમ્મીદ છે. અહીં તમને જણાવી દઈએ કે, હુમલો થયો ત્યારે નેન્સી તેના નિવાસ સ્થાને હાજર નહોંતા. નેન્સી પેલોસીના પ્રવક્તાએ માહિતી આપી છે કે, હુમલા સમયે નેન્સી વોશિંગ્ટનમાં હતા. હુમલાનું કારણ સ્પષ્ટ નથી. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હુમલાખોરો ઘરમાં કેવી રીતે અને કયા સમયે ઘૂસ્યા?

આ ઘટનાની જાણકારી ધરાવતા લોકોએ પ્રેસને જણાવ્યું કે, હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. પેલોસીના પ્રવક્તા ડ્રુ હેમિલે એક નિવેદનમાં જણાવ્યું કે, સ્પીકર અને તેમનો પરિવાર આ ઘટના પછી તેમને મદદ કરનાર અને તબીબી કર્મચારીઓનો આભારી છે. તેમણે વિનંતી કરી છે કે આ સમયે તેની ગોપનીયતાનું સન્માન કરવામાં આવે. પેલોસી યુરોપમાં સુરક્ષા પરિષદ માટે આ અઠવાડિયે વોશિંગ્ટન પરત ફર્યા હતા.

હુમલાનું કારણ સ્પષ્ટ નથી. આ હુમલાથી યુએસમાં સાંસદો અને તેમના પરિવારોની સુરક્ષા અંગે સલાવો ઉભા થયા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થકોએ યુએસ સંસદ પર હુમલો કર્યાના બે વર્ષ પછી આ ખતરો તેની ટોચ પર છે અને નેન્સીના પતિ પોલ એક ઈન્વેસ્ટર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X