Video: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પબમાં જઇને બનાવ્યો અનોખો રેકોર્ડ!
સિડની, 20 એપ્રિલ: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટોની એબોટ એકવાર ફરી સુર્ખિયોમાં છવાઇ ગયા છે. આ વખતે તેઓ ખૂબ જ આશ્ચર્ય પમાડે તેવી રીતે ચર્ચામાં છે. સિડનીના રોયલ ઓક હોટેલમાં એબોટે પબમાં હાજર તમામ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા જ્યારે તેમણે ત્યાં જઇને થોડીંક જ ક્ષણોમાં બીયરની બોટલને ખતમ કરી દીધી.

ટોની એબોટ આવું કરનાર એકમાત્ર ઓસ્ટ્રેલિયાઇ વડાપ્રધાન નથી. આ પહેલા પણ ઘણા ઓસ્ટ્રેલિયાઇ નેતા વોટર્સને લુભાવવા માટે બીયરનો પ્યાલો ઉઠાવી લે છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાઇ સાંસદ એંડ્ર્યૂ લૈમિંગે પણ ઓસ્ટ્રેલિયા દિવસના અવસર પર આખી બીયરની બોટલ ઘટકાવીને તમામ લોકોના દિલ જીતવાની કોશિશ કરી હતી. ત્યારબાદ તેમણે સોશિયલ સાઇટ પર લખ્યું હતું કે મને લિબરલ લોકોથી સખત નફરત છે.
જુઓ વીડિયોમાં...












Click it and Unblock the Notifications
