Ayatollah Ali Khamenei : ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહ ચીફનું મોત, ઈરાનના મુખ્ય લીડર ખામેની સુરક્ષિત સ્થળે રવા
Ayatollah Ali Khamenei : ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહ પ્રમુખ હસન નસરલલ્લાનું મોત થયુ છે. નસરલલ્લાના મોત બાદ હિઝબુલ્લાહમાં ખૌફનો માહોલ છે.
ઈઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાનું મોત થતા ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેની સુરક્ષિત જગ્યાએ ભાગી ગયા છે.

અહેવાલો અનુસાર, ખામેની દેશમાં જ છે પરંતુ સુરક્ષા કડક કરવામાં આવી છે. ઈરાન લેબનાનના હિઝબુલ્લાહ અને અન્ય ક્ષેત્રીય સહયોગીઓ સાથે સતત સંપર્કમાં છે.
આ દરમિયાન ઈઝરાયેલ સામે આગળનું પગલું શું હશે તે અંગે પ્લાનિંગ ચાલી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર, આ પહેલા ખામેનીએ શુક્રવારે પોતાના ઘરે દેશની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવી હતી.
ઇઝરાયેલી સેના દાવો કર્યો છે કે તેણે શુક્રવારે બેરૂતમાં થયેલા હુમલામાં હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહને ઠાર કર્યો છે. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હિઝબુલ્લાહના નેતૃત્વવાળા જૂથ બેરૂતના દક્ષિણમાં દહીયેહમાં તેના મુખ્યાલયમાં એક બેઠક યોજી રહ્યું હતું ત્યારે હવાઈ હુમલામાં તેને ઠાર કરાયો.
આ હુમલામાં હિઝબુલ્લાહના દક્ષિણી મોરચાના કમાન્ડર અલી કાર્કી અને તેના બાકીના કમાન્ડરો પણ માર્યા ગયા છે. નસરાલ્લાહ ત્રણ દાયકાથી વધુ સમયથી હિઝબુલ્લાનું નેતૃત્વ કરી રહ્યો હતો. હિઝબુલ્લાએ હજુ સુધી નસરાલ્લાહની હત્યા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.












Click it and Unblock the Notifications
