For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇમરાન ખાનની ભૂલથી કંગાલ થયું પાકિસ્તાન, કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા

પાકિસ્તાનના મુશ્કેલ દિવસો દિન પ્રતિ દિન વધી રહ્યા છે. પાકિસ્તાનનું અર્થતંત્ર કંગાલીની કગાર પર પહોંચ્યું છે. એક પછી એક મુશ્કેલી પાકિસ્તાનની તરફ વધી રહી છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના મુશ્કેલ દિવસો દિન પ્રતિ દિન વધી રહ્યા છે. પાકિસ્તાનનું અર્થતંત્ર કંગાલીની કગાર પર પહોંચ્યું છે. એક પછી એક મુશ્કેલી પાકિસ્તાનની તરફ વધી રહી છે. દેશમાં મોંઘવારી વધી રહી છે ત્યારે પાકિસ્તાન પર દેવાનો બોજ વધી રહ્યો છે. આ બધા વચ્ચે પાકિસ્તાન અને પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનને એક મોટો ઝાટકો લાગ્યો છે. પાકિસ્તાનના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા. સરકાર દ્વારા લેવામાં આવેલા તમામ પગલાઓ નકામા બની ગયા છે.

પાકિસ્તાનના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા

પાકિસ્તાનના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા

પાકિસ્તાન સરકારે કરાંચી તટ નજીક અરબ સાગરમાં ગેસ ભંડાર અને ખનિજ તેલનો વિશાળ ભંડાર હોવાનો અંદાજ મૂક્યો હતો, જેના પછી પાકિસ્તાને આ કામ માટે ખોદવાનું શરૂ કર્યું હતું, પરંતુ કરોડો રૂપિયા ખર્ચ કરીને જે કૂવાઓ ખોદવામાં આવ્યા તેમાં કોઈ ખનિજ બળતણ ન મળ્યું. પહેલાથી જ કંગાલીની કગાર પર ઉભેલા પાકિસ્તાને આ કામમાં કરોડો રૂપિયા બગાડ્યા છે અને હવે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કમજોર થયા પાકિસ્તાનના રૂપિયા

કમજોર થયા પાકિસ્તાનના રૂપિયા

પાકિસ્તાનમાં ઓઇલ ગેસનો પ્રથમ કૂવો 1963 માં અમેરિકાની એક કંપની દ્વારા ખોદવામાં આવ્યો હતો. જોકે તે કૂવો પણ સૂકો નીકળ્યો. 2005 માં, નેધરલેન્ડની કંપનીએ તેલ શોધવાની કોશિશ કરી, પરંતુ તે પણ નિષ્ફળ ગઈ. હવે ફરી પાકિસ્તાને તેલ અને કુદરતી ગેસની શોધમાં કરાચી તટ પર ખોદવાનું કામ શરૂ કર્યું અને કરોડો ડોલર ખર્ચ કર્યા. પરંતુ કંઈ પણ હાથ ન લાગ્યા પછી શનિવારે ખોદકામ બંધ કરાયું હતું. ઓઇલ અને ગેસના સંશોધનના પ્રયત્નો બંધ કર્યા છે.

17 વખત થયા પ્રયત્નો, પરંતુ તે પણ નિષ્ફળ

17 વખત થયા પ્રયત્નો, પરંતુ તે પણ નિષ્ફળ

એવું નથી કે પાકિસ્તાને પહેલીવાર આ પ્રયાસ કર્યો છે. આ પહેલા 17 વખત આ પ્રકારની કોશિશ કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં સફળતા મળી નથી. આ ખોદકામમાં પાકિસ્તાને લગભગ 10 કરોડ ડોલર ખર્ચ કરી દીધા. વડા પ્રધાન ઇમરાન ખાને પણ સ્વીકાર્યું કે કરાચી તટ નજીક સમુદ્રી વિસ્તારમાં તેલનો વિશાળ સ્ત્રોત હોવાનું ખબર પડી છે, પરંતુ ખોદકામમાં કોઈ અપેક્ષિત સફળતા મળી નથી.

English summary
Bad News For Pakistan Pak PM Imran Khan, No Oil And Gas Reserves Found Off Karachi Shore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X