ઇજીપ્તના લક્ઝરમાં બલૂન ફાટ્યું, 19ના મોત

સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે આ બલૂનમાં આગ લાગી ત્યારે તેમાં 21 લોકો યાત્રા કરી રહ્યાં હતા અને ધરતીથી તે અંદાજે 300 મીટર ઉપર ઉડાન ભરી રહ્યું હતું.
આ બલૂનનું સંચાલન કરી રહેલી કંપનીના કર્મચારીઓએ કહ્યું કે આ બલૂનનો પાયલોટ અને એક પર્યટક બચી ગોય કારણ કે બલૂન જમીન પર પહોંચ્યું તેના પહેલા જ તે બન્ને બલૂન સાથે લગાવેલી ટોપલીમાંથી કૂદી પડ્યા હતા. બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કર્મચારીએ નામ નહીં જણાવવાની શરતે કહ્યું કે પર્યટક કોરિયા, જાપાન અને બ્રિટનથી હતા અને તેમની સાથે એક ઇજીપ્તનો નિવાસી પણ હતો. પૂર્વ સુરક્ષા અધિકારીઓના અહેવાલ અનુસાર, દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 19 યાત્રીઓમાં હોંગકોંગ, જાપાન, ફ્રાન્સ અને બ્રિટનના યાત્રીઓ હતા.












Click it and Unblock the Notifications
