બલૂચિસ્તાનના ક્વેટામાં ચર્ચ પર આતંકી હુમલો, 8નું મૃત્યુ

Written By:
Subscribe to Oneindia News

બલૂચિસ્તાનના ક્વેટમાં એક કેથલિક ચર્ચ પર કેટલાક આતંકીઓએ મળીને હુમલો કર્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 8 વ્યક્તિઓનું મૃત્યુ અને 38 લોકોના ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. ક્વેટા શહેરમાં રવિવારે આ હુમલામાં મરનારાઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. મીડિયાના અહેવાલો અનુસાર, કેટલાક આતંકીઓએ ક્વેટાના જારગૂન રોડ પર સ્થિત કેથોલિક ચર્ચ પર હુમલો કર્યો હતો. આ હુમલા પછી વિસ્તારોમાં તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. બલૂચિસ્તાનના ગૃહમંત્રીએ નિવેદન જાહેર કરી કહ્યું કે, ચર્ચમાં ઈસાઈ સમાજના લોકો પ્રાર્થના કરવા માટે ભેગા થયા હતા અને એ દરમિયાન જ આતંકીઓએ હુમલો કર્યો હતો.

Balochistan

ક્વેટા ડેપ્યુટી કમિશ્નર અનુસાર, આ હુમલામાં 5 લોકોનું મૃત્યુ થયું છે અને 16 ઘાયલ થયા છે. બલૂચિસ્તાનના ગૃહમંત્રી સરફરાઝ બુગતીએ જણાવ્યું કે, ચર્ચના મુખ્ય દ્વાર પર જ્યારે ગાર્ડે બે વ્યક્તિઓને રોક્યા, ત્યારે એમાંથી એક વ્યક્તિ અંદર ઘુસી આવ્યા અને બીજાએ પોતાનામાં વિસ્ફોટ કર્યો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ સુધી કોઇ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી.

English summary
Balochistan: At least 5 dead, 25 injured in blast, gun attack on Quetta church

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.