આખરે મૂને પાકિસ્તાનમાં હિંસાની કરી નિંદા

સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ રવિવારે જણાવ્યું હતું કે 'મહાસચિવ પાકિસ્તાનમાં વધી રહેલી આતંકવાદી હિંસાથી આશ્ચર્યચકિત છે. તેઓ ખાસ કરીને લઘુમતિઓને વારંવાર નિશાનો બનાવવાની ઘટનાની નિંદા કરે છે.'
સમાચાર એજેન્સી સિન્હુઆના અનુસાર રવિરારે દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં ત્રણ બસોનો એક કાફલો એક કાર બોમ્બ દ્વારા ઉડાવી દેવામાં આવ્યો. જેના કારણે ઇરાન જઇ રહેલા કોઇ 20 શિયા તીર્થયાત્રિયોના મોત થઇ ગયા હતા અને 25 અન્ય ઘાયલ થઇ ગયા હતા.
મૂને સરકાર સમર્થિત 21 કબાયલી પોલીસ જવાનોની હત્યાને પણ કડક શબ્દોમાં વખોડી નાખી હતી. જેને ગયા અઠવાડિયે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં પાકિસ્તાની તાલિબાને અપહરણ કરી લીધા હતા.












Click it and Unblock the Notifications
