For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય મૂળના વિજય શેષાદ્રીને 2014નો પુલિત્ઝર પુરસ્કાર

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 15 એપ્રિલ: ભારતમાં જન્મેલા વિજય શેષાદ્રીએ પોતાના કવિતા સંગ્રહ '3 સેક્શન્સ' માટે કવિતા શ્રેણીમાં વર્ષ 2014 માટે પુલિત્ઝર પુરસ્કાર મેળવ્યો છે. કોલંબિયા યુનિવર્સિટીએ ગઇકાલે અત્રે 98માં વાર્ષિક પુલિત્ઝર પુરસ્કારોની જાહેરાત કરી.

જાહેરાતમાં શેષાદ્રીની '3 સેક્શન્સ'ને માનવ ચેતનાની તપાસ કરનાર એક સમ્મોહક કવિતા સંગ્રહ કહેવામાં આવી. કવિતા શ્રેણીનો પુરસ્કાર કોઇ અમેરિકન રચનાકારની મૂળ કવિતાના ઉત્કૃષ્ટ પુસ્તક માટે આપવામાં આવ્યો. કોલંબિયા વિશ્વવિધ્યાલયના પૂર્વ વિદ્યાર્થી શેષાદ્રીને 10, 000 ડોલરની પુરસ્કાર રાશિ મળશે.

પુલિત્ઝર વેબસાઇટ પર ઉપલબ્ધ શેષાદ્રી સાથે જોડાયેલ જાણકારી અનુસાર, તે વર્તમાનમાં ન્યૂયોર્કના સારા લોરેન્સ આર્ટ્સ કોલેજમાં કવિતા અને નોનફિક્શન લેખન વંચાવે છે. 1954માં બેંગલોરમાં જન્મેલા શેષાદ્રી પાંચ વર્ષની ઉંમરમાં અમેરિકા આવી ગયા હતા ઓહિયોના કોલંબસમાં અભ્યાસ કર્યો.

શેષાદ્રીના કવિતા સંગ્રહોમાં જેમ્સ લાફલિન પુરસ્કાર વિજેતા ધી લાંગ મિડો એંડ વાઇલ્ડ કિંગડા (1996) સામેલ છે. તેમની કવિતાઓ, નિબંધ અને સમીક્ષાઓ અમેરિકન સ્કોલર, ધ નેશન, ધ ન્યૂયોર્કર, ધ પેરિસ રિવ્યૂ, યેલ રિવ્યૂ, ધ ટાઇમ્સ બુક રિવ્યૂ, ધ ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરર જેવા ઘણા પ્રતિષ્ઠિત પ્રકાશનો અને અંડર 35: ધ ન્યૂ જનરેશન ઓફ અમેરિકન પોએટ્સ અને 1997 અને 2003ના ધ બેસ્ટ અમેરિકન પોએટ્રી સહિત ઘણી કવિતા સંગ્રહોમાં આવી ચૂકી છે.

વિજય શેષાદ્રી પુલિત્ઝર પુરસ્કાર જીતનાર ભારતીય મૂળના પાંચમાં વ્યક્તિ છે. આવો જોઇએ આ પહેલા કયા ભારતીય મૂળના વ્યક્તિઓએ મેળવ્યા છે પુલિત્ઝર પુરસ્કાર..

ગોવિંદ બિહારી લાલ

ગોવિંદ બિહારી લાલ

સૌથી પહેલા 1937માં વિજ્ઞાન સંપાદક ગોવિંદ બિહારી લાલે આ પુરસ્કાર જીત્યો હતો. 1969માં તેમને પદ્મ ભુષણથી પણ નવાજવામાં આવ્યા છે.

ઝુંપા લહિરી

ઝુંપા લહિરી

ભારતીય મૂળની અમેરિકન લેખક ઝુંપા લહિરીએ 2000માં આ પુરસ્કાર મેળવ્યો હતો.

ગીતા આનંદ

ગીતા આનંદ

પત્રકાર-લેખિકા ગીતા આનંદે 2003માં આ પુરસ્કાર મેળવ્યો હતો.

સિદ્ધાર્થ મુખર્જી

સિદ્ધાર્થ મુખર્જી

ચિકિત્સક સિદ્ધાર્થ મુખર્જીએ કેન્સર પર લખેલ પોતાના એક પુસ્તક માટે 2011માં પુલિત્ઝર પુરસ્કાર જીત્યો હતો.

વિજય શેષાદ્રી

વિજય શેષાદ્રી

અને હવે 2 વર્ષ બાદ ફરી કોઇ મૂળ ભારતીય અમેરિકનને આ પુરસ્કાર મળ્યો છે. અને તે છે વિજય શેષાદ્રી, જેમને 2014 માટે પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવ્યો છે.

English summary
India-born poet Vijay Seshadri has won the prestigious 2014 Pulitzer Prize in the poetry category for his collection of poems "3 Sections." The 98th annual Pulitzer Prizes in Journalism, Letters, Drama and Music were announced yesterday by Columbia University here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X