બેંક કર્મીએ કીબોર્ડ પર ઝોકુ ખાધુંને કરોડો રૂપિયા થયા ટ્રાન્સફર

હકીકતમાં, કામ કરીને થાકી ગયેલા કર્મચારીની સાથે આ દુર્ઘટના આ પ્રમાણે થઈ હતી. બેન્કનાં કર્મચારીને એક ખાતામાંથી અંદાજે 62.40 યુરો ટ્રાન્સફર કરવાનાં હતા પરંતુ રૂપિયા ટ્રાન્સફર કરવા દરમિયાન તેને ઉંઘ આવી ગઈ અને આ કારણે તે કી બોર્ડ પર જ સૂઈ ગયો. કી બોર્ડ પર ઉંઘી જતા તેની આંગળી 2ની કી પર જ રહી ગઈ અને પછી શું હતું...આંકડો સીધો 222,222,222.22 યૂરો પર જઈ પહોંચ્યો.
જો કે, બેન્કે કેટલાક સમય બાદ પોતાની ભૂલ સ્વીકારી તેને સુધારી લીધી, પરંતુ કર્મચારીને નોકરીમાંથી કાઢી મુકાયો છે. ત્યારબાદ બેન્કનો કર્મચારી લેબર કોર્ટમાં ગયો અને અહીં કોર્ટે માન્યું કે કર્મચારીએ જાણી જોઈને ભૂલ નથી કરી આથી કોર્ટે બેન્કને કર્મચારીને ફરીથી નોકરી પર રાખવા આદેશ કર્યો છે.












Click it and Unblock the Notifications
