વિદાય ભાષણમાં ભાવુક થયા ઓબામા, દેશવાસીઓનો માન્યો આભાર

Written By:
Subscribe to Oneindia News

આઠ વર્ષ દેશના રાષ્ટ્રપતિ રહેલા બરાક ઓબામાએ છેલ્લી વાર પોતાના દેશવાસીઓને સંબોધિત કર્યા, પોતના વિદાય ભાષણમાં ઓબામાએ ભાવુક થઇ કહ્યું કે, છેલ્લા થોડા અઠવાડિયાઓથી મને અને મિશેલને શુભકામનાઓ મળી રહી છે, આજે હું આપ સૌનો આભાર માનવા માંગુ છું.

barack obama

ઉલ્લેખનીય છે કે, ઓબામાનો રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ 20 જાન્યુઆરીના રોજ પૂરો થઇ રહ્યો છે અને આ જ દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. બરાક ઓબામા પોતાના વિદાય ભાષણમાં ખૂબ ભાવુક થઇ ગયા હતા, તેમના વિદાય ભાષણના મુખ્ય અંશો વાંચો અહીં..

 • તમારી પાસેથી મને રોજેરોજ ઘણું શીખવા મળ્યું છે, તમે લોકોએ મને વધુ સારો વ્યક્તિ અને રાષ્ટ્રપતિ અને વ્યક્તિ બનાવ્યો, જે માટે હું આખી જિંદગી તમારો આભાર માનીશ.
 • બરાક ઓબામાએ પોતાના કેમ્પેનના લોકપ્રિય સ્લોગન 'Yes we can' સાથે પોતાનું ભાષણ પૂરું કર્યું.
 • તેમણે પોતાના પત્ની મિશેલ ઓબામાનો પણ આભાર માન્યો. ઓબામાના પત્ની અને દિકરીઓ ભાવુક થઇ ગયા હતા.
 • ઓબામાએ કહ્યું કે, મિશેલ માત્ર મારી પત્ની અને મારા બાળકોની માં જ નથી, મારી સૌથી સારી મિત્ર પણ છે.
 • પોતાની દિકરીઓ માલિયા અને સાશા વિશે બોલતા તેમણે કહ્યું કે, તેઓ દયાળુ છે અને અદભૂત છે.
 • ઓબામાએ આગળ કહ્યુ હતું કે, મને પૂરો વિશ્વાસ છે કે આપણું ભવિષ્ય સલામત હાથોમાં છે.
 • આઇએસઆઇએસ નો વિનાશ થશે, અમેરિકા માટે જે પણ ખતરો ઊભો કરશે, તે બચશે નહીં.
obama trump
 • મુસલમાન પણ આપણા જેટલા જ દેશભક્ત છેઃ ઓબામા
 • ઓસામા બિન લાદેન સહિત હજારો ટેરરિસ્ટને અમે માર્યા છે.
 • બોસ્ટન અને ઓરલેન્ડોમાં બનેલી ઘટનાઓ પરથી સાબિત થાય છે કે, રેડિકલાઇઝેશન કેટલું ખતરનાક છે, એજન્સિઓ આ ઘટનાની તપાસ કરી રહી છે.
 • પાછલા 8 વર્ષોમાં કોઇ પણ આતંકવાદી સંગઠને અમેરિકા પર હુમલો કે હુમલો કરવાની યોજના પણ બનાવી નથી.
 • આ દેશના લોકતંત્રને એ લોકો જોખમરૂપ છે, જેઓ દેશના ભાગલા પાડવા માંગે છે.
 • અમેરિકનમાં ખૂબ તાકાત છે, પરંતુ ક્યારેક વિભાજનકારી તાકાત હાવી થઇ જતી હોય છે.
 • હું વિશ્વાસ આપું છું કે, મારું એડમિનિસ્ટ્રેશન ખૂબ શાંતિપૂર્વક સત્તા ટ્રમ્પને હવાલે કરશે.
 • મેં આ હોદ્દોના કારોબાર સંભાળ્યો, ત્યારથી લઇને અત્યાર સુધીમાં અમેરિકા વધુ સારું અને મજબૂત બન્યું છે.
 • આવનાર 10 દિવસોમાં દેશ ફરી એકવાર અમારા લોકતંત્રની તાકાત જોશે કે, કઇ રીતે એક પ્રેસિડન્ટ-ઇલેક્ટ સત્તા સંભાળે છે.
 • લોકતંત્ર માટે સૌથી જરૂરી છે, એક્તા જાળવવી; તે જ આપણને ઉપર લઇ જાય છે. આપણે પડીએ કે આકાશમાં ઊંચે ઉડીએ, આપણે સાથે રહેવાનું છે.
 • મેં શીખ્યું છે કે, પરિવર્તન ત્યારે જ આવે છે જ્યારે સામાન્ય વ્યક્તિ પણ એનો સહભાગી હોય.

બરાક ઓબામાના વિદાય ભાષણનો વીડિયો જુઓ અહીં..

English summary
US President Barack Obama says in his farewell address that in 10 days the world will witness the peaceful transfer of power to a new president, drawing some jeers ahead of Donald Trump’s presidency.
Please Wait while comments are loading...