ઓબામાએ કહ્યું, અબકી બાર મોદી સરકાર, હમેં સ્વીકાર

Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 13 મે : ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત બનાવવાનો સંકેત આપતા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતમાં શાંતિપૂર્ણ રીતે લોકસભા ચૂંટણી 2014 પૂર્ણ થવા બદલ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથે જ તેમણે ભાવિ સરકાર સાથે કામ કરવાની તૈયારી અને ઉત્સાહ દર્શાવ્યો છે. અલબત્ત અમેરિકાએ હજી પણ મોદીના વીઝા આપવા મુદ્દે મૌન પાળ્યું છે.

બરાક ઓબામાએ ભારતને પાઠવેલા શુભેચ્છા સંદેશમાં કહ્યું છે કે રાષ્ટ્રીય ચૂંટણીના સમાપન પર ભારતને શુભકામના પાઠવું છું. લોકતંત્રના ચૂંટણીના ઇતિહાસમાં ભારતે વિશ્વ સમક્ષ આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ચૂંટણીમાં ભારતે લોકોની વિવિધતા અને સ્વતંત્રતાના આપણા સમાન મૂલ્યોનું જીવંત પ્રદર્શન કર્યું છે.

modi-obama

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જેન સાકીએ કહ્યું કે અમેરિકા ભારતીયોના લોકશાહીમાં વિશ્વાસનો આદર કરે છે. જેન સાકીએ કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ આવનારી સરકાર સાથે યુએસ સારા સંબંધો બનાવશે.

ઉલ્લેખનીય છે કે એક્ઝિટ પોલમાં નરેન્દ્ર મોદીને બહુમત મળવા મુદ્દે અમેરિકાએ ચૂપ રહેવાનું જ પસંદ કર્યું છે. આ સાથે જ વિદેશ મંત્રાલયે મોદીના વિઝા મામલેના પ્રશ્નો ટાળી દીધા હતા.

નોંધનીય છે કે ભારતમાં 7 એપ્રિલથી 12 મે દરમિયાન 9 તબક્કામાં મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં દેશાન 814 મિલિયન મતદારો હતા. 36 દિવસ સુધી ચાલેલી ચૂંટણી પ્રક્રિયામાં સરેરાશ 66.38 ટકા મતદાન થયું છે. આ વખતે મુખ્ય સ્પર્ધા શાસક પક્ષ કોંગ્રેસ અને વિરોધ પક્ષ ભાજપ વચ્ચે રહી છે.

English summary
US president Barack Obama congratulate India for successfully orgenise lok sabha election 2014 and pledged to work closely with the next government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X