G20: બરાક ઓબામાએ મોદીના કર્યા વખાણ, ચીનને બતાવી લાલ આંખ...
શનિવારે એરપોર્ટ પર ચીની અધિકારીના વ્યવહાર સામે બરાક ઓબામાએ ચીનની આલોચના કરી છે. ચીની અધિકારીએ ઓબામાના વિમાન પાસે અમેરિકી અધિકારીઓ અને પ્રેસને ઉભા રહેવા ના દીધા. ચીનના આ વ્યવહાર પર બરાક ઓબામાએ ખરી ખોટી પણ સંભળાવી દીધી.
બીજી તરફ જી 20 સમિટ દરમિયાન બરાક ઓબામાએ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને જીએસટી બિલ લાગુ કરવા માટે તેમના વખાણ પણ કર્યા.

ચીન પર કેમ વરસ્યા ઓબામા
શનિવારે ચીનના એરપોર્ટ પર બરાક ઓબામાનું વિમાન ઉતર્યું. બરાક ઓબામા ના ઉતરતા પહેલા અમેરિકી પ્રેસ અને અધિકારીઓ ઉતર્યા. તેઓ બધા જ વિમાન પાસે ઉભા રહ્યા. ત્યાં જ એક ચીની અધિકારી આવ્યો અને કહ્યું કે "આ અમારો દેશ છે, અમારું એરપોર્ટ છે" તેમને પ્રેસ અને અધિકારીઓને ઓબામાની પાસે ના જવા દીધા.
આ ઘટનાથી ઓબામા ખુબ જ ગુસ્સે થયા ઓબામાએ કહ્યું કે આ ઘટનાથી ખબર પડે છે કે પ્રેસની આઝાદીમાં અમેરિકા અને ચીનના વિચારોમાં ખુબ જ અંતર છે.












Click it and Unblock the Notifications
