For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં બરાક ઓબામા...

|
Google Oneindia Gujarati News

Obama
વૉશિંગ્ટન, 15 ડિસેમ્બર : અમેરિકાના બીજી વાર રાષ્ટ્રપતિ બનનાર બરાક ઓબામા તે વખતે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં કે જ્યારે તેમણે પોતાના 20 બાળકોના ગોળીબારમીમાં મોતના સમાચાર સાંભળ્યાં. ઓબામાએ આ મુદ્દે પ્રેસમીટ કરી જણાવ્યું કે અમે આ દુઃખદ ક્ષણે માર્યા ગયેલ બાળકોના માતા-પિતાને સાંત્વના આપવા સિવાય બીજું કંઇ જ કહી શકીએ એમ નથી. આજે તેમની ઉપર જે વીતી છે, તેને વ્યક્ત કરવું ખૂબ કઠિન છે.

બે પુત્રીઓના પિતા અને લેખક બરાક ઓબામાએ જણાવ્યું કે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આજે આપણા બાળકો આપણી પાસે છે. આજે આપણે આપણા બાળકોને ભેંટીશું અને ભગવાનનો આભાર વ્યક્ત કરીશું, પરંતુ જે બાળકો માર્યા ગયાં છે, તેમના વાલીઓના દિલ ઉપર શું વીતતી હશે, તે કહી શકવું શક્ય નથી.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ક્યારેક-ક્યારેક સંકટની આવી ઘડીનો દેશ અને દેશના લોકોએ સામનો કરવો પડે છે. પછી તે ન્યુટાઉન ખાતે કોઈ પ્રાથમિક શિક્ષણ સ્કૂલ હોય કે ઓરેગૉનનો શોપિંગ મૉલ, વિસ્કોંસિનનો ગુરુદ્વારા હોય કે ઑરોરાનો કોઈ સિનેમા થિયેટર કે પછી શિકાગોની કોઈ સડક. દેશે એકજુટ થઈ આવી સમસ્યાઓનો સામનો કરવો પડશે, કારણ કે દરેક બાળક દેશનુ બાળક છે.

નોંધનીય છે કે ગઈકાલે કનેક્ટિકટ ખાતે આવેલ એક સ્કૂલમાં અજાણ્યા શખ્સ દ્વારા કરાયેલ ગોળીબારમાં 22 બાળકો સહિત 28 વ્યક્તિઓના મોત નિપજ્યા હતાં. આ ઘટનાથી સમગ્ર દેશ સ્તબ્ધ છે. અમેરિકામાં છેલ્લા એક વરસ દરમિયાન આ રીતે વગર વિચાર્યે ગોળીબારીના અનેક બનાવો બન્યાં છે.

પ્રેસમીટ દરમિયાન ઓબામા ખૂબ લાગણીશીલ બની ગયાં. તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. તેમણે જણાવ્યું કે પીડિતોના પરિવારજનોની મદદ માટે સરકાર શક્ય તમામ પ્રયત્નો કરશે.

English summary
US President Barack Obama tears up over Connecticut school shooting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X