Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Chandrayaan 3 : ચંદ્રયાન 3ની સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર થઇ વાયરલ

Chandrayaan 3 : ભારતની સ્પેસ એજન્સી ઇસરો તરફથી શુક્રવારના રોજ લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન સાથે જોડાયેલી તસવીરો વાયરલ થઇ રહી છે. જેમાં ઘણી તસવીરો ઓસ્ટ્રેલિયામાંથી સામે આવી છે.

જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચંદ્રયાન લોન્ચ થયાના અમુક મિનિટો બાદ ઓસ્ટ્રેલિયાના આકાશમાં જોવા મળ્યું હતું. તે સમયે ઓસ્ટ્રેલિયામાં રાત હોવાને કારણે આ તસવીરો અતિ સુંદર છે.

Chandrayaan 3

આ તસવીરોને MIT ના જીસી એસ્ટ્રોમીના ખગોળ વિજ્ઞાન ડાયલન ઓડોનેલ દ્વારા ટ્વિટર માધ્યમથી શેર કર્યો છે. પોતાના ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું કે, તેમણે યુટ્યુબ પર ચંદ્રયાન 3નું લાઇવ લોન્ચ જોયું હતું. જેના લગભગ 30 મિનિટ બાદ રાત્રીના સમયે એક આશ્ચર્યજનક તસવીર ખેંચવામાં સફળ રહ્યો હતો. ચંદ્રયાન 3 જ્યારે તેના ઘર ઉપરથી પસાર થઇ રહ્યું હતું, ત્યારે આ તસવીર ખેંચવામાં આવી હતી.

તસવીરમાં મનમોહન વાદળી રંગમાં જોવા મળે છે, જે ચમકતા તારાઓ વચ્ચે ચંદ્ર પરના મિશનમાં તેમની હાજરી દર્શાવે છે. આ ફોટો ટ્વિટર પર 740 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાથી ચંદ્ર મિશનના પ્રક્ષેપણના અડધા કલાક બાદ ડાયલન ઓ'ડોનેલે કુશળતાપૂર્વક આ અસાધારણ ચિત્રને કેપ્ચર કર્યું હતું.

Chandrayaan 3

તસવીર શેર કરતાં ડાયલને ટ્વિટ કર્યું હતું કે, હમણાં જ ભારતની સ્પેસ એજન્સીએ તેમના મૂન રોકેટને યુટ્યુબ પર લોન્ચ કરતા જોયા, અને બાદ 30 મિનિટ બાદ તે મારા ઘરની ઉપરથી ઉડાન ભરી! અભિનંદન ISRO! આશા છે કે, તમે ઉતરાણમાં સફળ થશો.

ઉલ્લેખનીય છે કે, આ તસવીર આવતાની સાથે જ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ઘણી કોમેન્ટ કરી અને ISROને અભિનંદન પણ આપ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X