યુક્રેનિયન ખૂબસુરત સ્નાઈપરે યુદ્ધ વચ્ચે સૈનિક સાથે લગ્ન કર્યા, જાણો શું છે પુરી ઘટના?
યુક્રેન અને રશિયા યુદ્ધને એક વર્ષથી વધુનો સમય વીતી ગયો છે. બન્ને તરફથી ભારે ખુવારી બાદ પણ કોઈ દેશ પાછો ફરવા તૈયાર નથી. એક તરફ યુક્રેનમાં ભારે તબાહી છે તો બીજી તરફ હજારોની સંખ્યામાં રશિયન સૈનિકો મોતને ભેટ્યા છે.
યુક્રેન અને રશિયા યુદ્ધને એક વર્ષથી વધુનો સમય વીતી ગયો છે. બન્ને તરફથી ભારે ખુવારી બાદ પણ કોઈ દેશ પાછો ફરવા તૈયાર નથી. એક તરફ યુક્રેનમાં ભારે તબાહી છે તો બીજી તરફ હજારોની સંખ્યામાં રશિયન સૈનિકો મોતને ભેટ્યા છે. આ તમામ ઘટનાઓ વચ્ચે મોટી તબાહી બાદ પણ યુક્રેનિયન સેના અને અને યુક્રેનિયન નાગરિકોના મનોબળને રશિયા ડગાવી શક્યુ નછી. આ ઘટના એની સાક્ષી પુરે છે.

મહિલા સ્નાઈપર અને ફ્રન્ટલાઈન સૈનિકના લગ્ન
યુક્રેનથી સમાચાર આવ્યા છે કે યુક્રેનની એક સુંદર મહિલા સ્નાઈપરે ફ્રન્ટલાઈન પર સૈનિક સાથે લગ્ન કર્યા છે. બંનેએ ફ્રન્ટલાઈન પર એકબીજા સાથે જીવવાની અને મરવાની પ્રતિજ્ઞા લીધી છે. લગ્ન દરમિયાન જ્યાં યુક્રેનિયન સૈનિક આર્મી યુનિફોર્મમાં જોવા મળ્યો હતો, ત્યાં મહિલા સ્નાઈપર સફેદ ગાઉનમાં જોવા મળી હતી. મહિલા સ્નાઈપરે પોતાના લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ખાર્કિવમાં લગ્ન કર્યા
ધ સનના અહેવાલ મુજબ, સુંદર મહિલા સ્નાઈપર એવજેનિયાએ યુક્રેનિયન શહેર ખાર્કિવમાં ફ્રન્ટલાઈન પર યુક્રેનની સેનાના સૈનિક સાથે લગ્ન કર્યા છે. લગ્ન સમયે પણ સ્નાઈપર હાથમાં બંદૂક પકડેલી જોવા મળી હતી. યુક્રેનિયન આર્મી જનરલે મહિલા સ્નાઈપર અને યુક્રેનિયન સૈનિકના લગ્ન કરાવ્યા હતા. હવે બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

પરફેક્ટ વેડિંગ
ફ્રન્ટલાઈન પર લગ્ન કરનાર મહિલા સ્નાઈપરની ઉંમર 31 વર્ષ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 50 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી વખતે મહિલા સ્નાઈપરે તેને પરફેક્ટ વેડિંગ ગણાવ્યું હતું. લગ્નની તસવીરોમાં તે સફેદ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

સૈનિકના જન્મદિવસે જ લગ્ન
મહિલા સ્નાઈપર એવજેનિયાએ 14 ઓક્ટોબરે યુક્રેનના ડિફેન્ડર્સ ડેના દિવસે એક યુક્રેનિયન સૈનિક સાથે લગ્ન કર્યા હતા. ખાસ વાત એ છે કે આ દિવસે તેના પતિનો જન્મદિવસ પણ હતો. એવજેનિયાએ જણાવ્યું કે લગ્ન પછી તેના પતિના જન્મદિવસના દિવસે તેઓએ એકબીજા સાથે લગ્ન કર્યા છે.

યુદ્ધ વચ્ચે જ પ્રેમ થયો
ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીએ રશિયા દ્વારા યુક્રેન પર હુમલો શરૂ થયા બાદ મહિલા સ્નાઈપર અને યુક્રેનિયન સૈનિકની મુલાકાત થઈ હતી અને પછી તે પ્રેમમાં બદલાઈ ગઈ હતી. ઓગસ્ટ 2022માં બંનેએ સગાઈ કરી હતી અને હવે લગ્ન કરીને તેઓ એકબીજાના જીવનસાથી બની ગયા છે.

ઈન્સ્ટાગ્રામ પર ખુશી જાહેર કરી
એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં મહિલા સ્નાઈપર એવજેનિયાએ લખ્યું કે, હું સત્તાવાર રીતે એક સૈનિકની પત્ની બની ગઈ છું. આ ફ્રન્ટલાઈન પર થયું. હું આનાથી વધુ સારા લગ્નની કલ્પના કરી શકતી નથી. અમે દર વર્ષે આ દિવસે અમારા પ્રેમની ઉજવણી કરીશું, કારણ કે અમે મારા પતિના જન્મદિવસ પર લગ્ન કર્યા છે. તે અમારા લગ્નની વર્ષગાંઠને ક્યારેય ભૂલી શકશે નહીં.












Click it and Unblock the Notifications
