બિહારના યુવાને UAEમાં જીતી લોટરી, 25 વર્ષ સુધી મહિને 5.5 લાખ રૂપિયા મળશે
ઉત્તર પ્રદેશનો એક વ્યક્તિ દુબઈમાં કામ માટે ગયો હતો. ત્યાં તેણે પોતાનું નસીબ અજમાવવા માટે લોટરી ખરીદી. થોડા દિવસો પછી તેને એવો પુરસ્કાર મળ્યો કે હવે તે ઘરે બેસીને જીવનભર આરામ કરી શકશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર દુબઈમાં કામ કરતા એક ભારતીય આર્કિટેક્ટે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં મેગા લોટરી જીતી છે. જેઅંતર્ગત તેને આગામી 25 વર્ષ સુધી દર મહિને 5.5 લાખ રૂપિયાથી વધુ મળશે.

વિજેતાની ઓળખ મોહમ્મદ આદિલ ખાન તરીકે કરવામાં આવી છે. તે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. તે દુબઈમાં એક રિયલ એસ્ટેટ કંપનીમાં ઈન્ટિરિયર ડિઝાઈન કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. લોટરી કંપનીએ તેને લોટરી જીતવા બદલ દર મહિને 25,000 દિરહામ આપવાની જાહેરાત કરી હતી.
આદિલે આ જીત પર ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે હું મારા પરિવાર માટે કમાતો એકમાત્ર વ્યક્તિ છું. મારો ભાઈ કોવિડ રોગચાળામાં મૃત્યુ પામ્યો. ત્યારથી પરિવારને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તે એકલો ઘર સંભાળી રહ્યો છે.
ઘરમાં તેના વૃદ્ધ માતા-પિતા અને પાંચ વર્ષની પુત્રી છે. જ્યારે આદિલને આ સમાચાર મળ્યા ત્યારે તે ખૂબ જ ખુશ હતો. જ્યારે તેણે તેના પરિવારને આ વાત કહી તો કોઈને વિશ્વાસ ન થયો. બધાને લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે. પરિવારના સભ્યોએ એમ પણ કહ્યું કે તેઓ ફરીથી લોટરી કન્ફર્મ કરે.
આ લોટરી કંપનીના માર્કેટિંગ ચીફ, પૌલ ચેડરે જણાવ્યું હતું કે અમે લોન્ચ થયાના આઠ અઠવાડિયાથી ઓછા સમયમાં FAST 5 માટે અમારા પ્રથમ વિજેતાની જાહેરાત કરતા ખુશ છીએ. અમે તેને ફાસ્ટ 5 કહીએ છીએ કારણ કે આના દ્વારા લોકો ઝડપથી કરોડપતિ બની શકે છે. લોટરી વિજેતાને આગામી 25 વર્ષ માટે ચૂકવણી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
