યોગ ગુરૂની 'હોટ હરકત' અમેરિકન શિષ્યાને ડિનર બાદ કરી સેક્સની ઓફર!

29 વર્ષીય સારા બોને આ મામલે લોસ એન્જલિસની એક કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, બિક્રમ ચૌધરીએ તેની મરજી વિરુદ્ધ તેની સાથે આપત્તિજનક હરકતો અને કોમેન્ટ કરી હતી. 67 વર્ષીય ચૌધરીના શિષ્યોમાં મડોના અને પિપા મિડલ્ટોન જેવા સેલિબ્રિટી પણ સામેલ છે. બિક્રમ ચૌધરીએ સારા સમક્ષ પોતાની પત્ની વિરુદ્ધ પણ અશોભનિય ટિપ્પણીઓ કરી હતી.
સારા જ્યારે કોલેજમાં ભણતી હતી, ત્યારે બિક્રમના યોગ ક્લાસિસમાં જતી હતી. સારા 2005માં પહેલીવાર લોસ એન્જલિસમાં બિક્રમના યોગ સેન્ટરમાં ગઇ હતી. બિક્રમ ચૌધરીને સારાએ કહ્યું હતું, હું તને પૂર્વ જન્મથી જાણું છું. આપણી વચ્ચે કંઇક છે. આ આશ્ચર્યજનક છે. શું આપણે એક સંબંધ બાંધી શકીએ છીએ?
બિક્રમ ચૌધરી ચાર વર્ષની ઉમરથી યોગ કરે છે. શરૂઆતમાં તેમનું યોગ સ્થળ કોલકતા હતું. બિક્રમ ચૌધરીએ પોતાના નામથી બિક્રમ યોગ શરૂ કર્યા છે. ચૌધરીના દાવા અનુસાર મોટા-મોટા ફિલ્મ સ્ટાર્સ, નેતાઓ તેમની પાસે યોગ શિખવા આવે છે. હોલિવુડની ઘણી હસ્તીઓને યોગ શિખવનારા બિક્રમ ચૌધરીએ પોતાના નામથી કેટલાક યોગના નામ પણ રાખ્યા છે, પરંતુ તેમનો હોટ યોગ બ્રાન્ડ સૌથી લોકપ્રિય છે. જેમાં યોગના માધ્યમથી શરીરના તાપમાનને 40 ડિગ્રી સુધી વધારી શકાય છે.












Click it and Unblock the Notifications
