કોઇ તાનાશાહને જનતાના અધિકારો નહીં હણવા દઇએ: બિલાવલ

આ અવસરે ઉપસ્થિત હજારોની જનમેદનીને સંબોધિત કરતા તેમણે પોતાની માતા બેનજીર ભુટ્ટોના હત્યારાઓને સજા આપવાની કાર્યવાહી નહી કરવા બદલ ન્યાયપાલિકાને પણ આડે હાથે લીધી. 27 ડિસેમ્બર 2007ના રોજ એક ચૂંટણી પ્રચાર રેલીમાં બેનજીર ભુટ્ટોની હત્યા કરી દેવામાં આવી હતી.
બિલાવલે જણાવ્યું કે તેમને આતંકીઓનો પણ ડર નથી. તેમણે એ સવાલ પણ ઉઠાવ્યો કે મુખ્ય ન્યાયાધીશે જુલ્ફિકાર અલી ભુટ્ટોને મૃત્યુદંડની સમીક્ષાની માગ કરનાર રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની અરજી પર સંજ્ઞાન કેમ ના લીધું.
ઉર્દુમાં આપેલ ભાવુક ભાષણમાં બિલાવલે જણાવ્યું કે અમે જમ્હુરિયતનો મુશ્કેલ રસ્તો પસંદ કર્યો છે. આ એ જ રસ્તો છે જેની પર બેનજીર ભુટ્ટોએ તેમને ચાલતા શીખવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આવતા વર્ષે થનારા સામાન્ય ચૂંટણીની કમાન બિલાવલને સોપવામાં આવશે. જોકે 25 વર્ષ પૂરા ન થવાના કારણે તેઓ પોતે ચૂંટણી લડી શકશે નહી.












Click it and Unblock the Notifications
