For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિલ ગેટ્સની પૂર્વ પત્ની મેલિંડા સાથે ફરીથી લગ્ન કરવાની ઈચ્છા, પોતાના લગ્નને ગણાવ્યા 'શાનદાર'

બિલ ગેટ્સે કહ્યુ કે પૂર્વ પત્ની મેલિંડા ફ્રેંચ ગેટ્સ સાથે તેમના લગ્ન 'શાનદાર' અને તે 'ફરીથી' તેમની સાથે લગ્ન કરવાનુ પસંદ કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ માઈક્રોસૉફ્ટ કંપનીના સંસ્થાપક અને દિગ્ગજ અબજપતિ બિલ ગેટ્સે કહ્યુ કે પૂર્વ પત્ની મેલિંડા ફ્રેંચ ગેટ્સ સાથે તેમના લગ્ન 'શાનદાર' અને તે 'ફરીથી' તેમની સાથે લગ્ન કરવાનુ પસંદ કરશે. તમને જણાવી દઈએ કે બિલ ગેટ્સ અને મેલિંડાએ લગ્નના લગભગ 30 વર્ષ બાદ મે, 2021ના રોજ પોતાના ડિવૉર્સની ઘોષણા કરી હતી અને તેને ઓગસ્ટ 2021માં અંતિમ રુપ આપવામાં આવ્યુ હતકુ. જો કે, દંપત્તિએ જાહેર કર્યુ હતુ કે તે બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનને એકસાથે ચલાવવાનુ ચાલુ રાખશે. તેમના ત્રણ બાળકો છે જેમના નામ જેનર, રોરી અને ફોબે છે.

bill-melinda

બિલ ગેટ્સે સન્ડે ટાઈમ્સ સાથે વાત કરીને જણાવ્યુ કે છેલ્લા બે વર્ષ ખૂબ ડ્રામેટિક રહ્યા. કોરોના મહામારી અને તેમના ડિવૉર્સ સાથે સૌથી વિચિત્ર વાત તેમના માટે બાળકોને છોડવાનુ રહ્યુ છે. બિલ ગેટ્સે પોતાની પૂર્વ પત્ની સાથે પોતાના વર્તમાન કામકાજી સંબંધો વિશે પણ વાત કરી. તેમણે જણાવ્યુ કે તે પોતાના લગ્નના અંત વિશે શું અનુભવે છે.

બિલ ગેટ્સે જણાવ્યુ કે હું વાત કરી રહ્યો છુ કે શું હું ફરીથી મેલિંડા સાથે લગ્ન કરીશ, મારા ભવિષ્યના સંદર્ભમાં, મારી કોઈ યોજના નથી પરંતુ હું લગ્નને રેકમેંડ કરુ છુ. બિલ ગેટ્સે સ્વીકાર્યુ કે તે 'ભાગ્યશાળી' અનુભવે છે કે તેમને હજુ પણ પોતાની પૂર્વ પત્ની સાથે કામ કરવાનો મોકો મળે છે. તેમણે કહ્યુ કે તેમનુ માનવુ છે કે તે હજુ પણ પોતાની પૂર્વ પત્નીના દોસ્ત છે. તેમણે કહ્યુ કે મેલિંડા સાથે તેમના અતિ-મહત્વપૂર્ણ અને ઘનિષ્ઠ સંબંધ છે.

English summary
Bill Gates: I would choose to marry ex wife Melinda all over again.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X