રશિયાના મેટ્રો સ્ટેશન પર બ્લાસ્ટ, 10ની મોત, 50 ઇજાગ્રસ્ત

Posted By:
Subscribe to Oneindia News

રશિયા ના સેન્ટ પીટર્સબર્ગમાં સેનાયા પ્લોશૈસ્ડ મેટ્રો સ્ટેશનમાં બે બ્લાસ્ટ થયા છે. આ બ્લાસ્ટ માં ભારતીય સમયના 7 વાગ્યા સુધી જે ખબર આવ્યા છે તે મુજબ 10 લોકોની મોત થઇ છે. અને 50 લોકો ઇજાગ્રસ્ત થયા છે. નોંધનીય છે કે બ્લાસ્ટની પ્રચંડતાને જોતા હજી પણ વધુ લોકોની મોતના ખબર આવી શકે છે. આ પછી અધિકારીઓએ તમામ મેટ્રો સ્ટેશન્સ બંધ કરાવી દીધા છે. અધિકારીઓએ જે મુજબ જણાવ્યું તે પ્રમાણે આ બ્લાસ્ટ આઇઇડી બ્લાસ્ટ હતા. નોંધનીય છે કે આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદામિર પુટિન પણ સેન્ટ પીટર્સબર્ગમાં જ હતા જ્યારે આ હુમલો થયો હતો.

RUSSIA

નોંધનીય છે કે જે મેટ્રો સ્ટેશન પર બ્લાસ્ટ થયો છે તે અહીંનું સૌથી વધુ ભીડભાડ વાળું મેટ્રો સ્ટેશન છે. અને તે અહીંના જાણીતા શોપિંગ મોલને વિસ્તારને એકબીજા સાથે જોડે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં પણ મોસ્કોના બે મેટ્રો સ્ટેશન પર આત્મધાતી હુમલા થયા હતા. જેમાં 40 લોકોની મોત થઇ હતી અને 100 વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ હુમલાની જવાબદારી ચેચન વિદ્રોહીઓએ લીધી છે. રાષ્ટ્રપતિએ આ ઘટના પછી શોક વ્યક્ત કર્યો છે. અને તપાસના આદેશ આપ્યા છે.

English summary
Blast hits St Petersburg Station in Russia several feared dead.
Please Wait while comments are loading...