અફધાનિસ્તાનના વિદેશ મંત્રાલયમાં બ્લાસ્ટ, 20થી વધુ લોકોના મોત
અફઘાનિસ્તાનમાં એક પછી એક બ્લાસ્ટની ઘટનાઓ ઘટી રહી છે. હવે વિદેશ મંત્રાલયના ગેટ પર એક શક્તિશાળી બ્લાસ્ટ થયો છે.
તાલિબાનના કબ્જામાં આવ્યા બાદ હવે અફઘાનિસ્તાનમાં ફરી એક વખત આતંકવાદીઓને મોકળુ મેદાન મળ્યુ છે. સામે આવી રહેલા સમાચાર અનુસાર અફઘાનિસ્તાનમાં વિદેશ મંત્રાલયના ગેટ પર બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 20થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

અફઘાનિસ્તાનમાં સતત આતંકી ઘટનાનોનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યારે હવે આતંકીઓ વિદેશ મંત્રાલય સુધી પહોંચી ગયા છે. અહીં વિદેશ મંત્રાલયમાં ચીની અધિકારીઓ અને તાલિબાની સરકારના પ્રતિનિધીઓ વચ્ચે બેઠક ચાલી રહી હતી ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. આ હુમલામાં મોટી જાનહાની થઈ છે.
આ આતંકી હુમલાની કાબુલ પોલીસે સ્પષ્ટતા કરી છે અને કહ્યું કે, સુરક્ષા ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ હુમલામાં 20થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. આ મુદ્દે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. AFP સ્ટાફના સભ્ય જમશેદ કરીમીએ જણાવ્યું કે, તેઓ જાણતા નથી કે કેટલા લોકો માર્યા ગયા અને કેટલા ઘાયલ થયા છે. તેમને અહીં એક વ્યક્તિને ખુદને ઉડાવતો જોયો છે.
અહીં તમને જણાવી દઈએ કે, 4 જાન્યુઆરીએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બ્લાસ્ટ થયા હતા અને ઘણા લોકો માર્યા ગયા હતા. આ પહેલા નવા વર્ષે કાબુલમાં જ મિલિટરી એરપોર્ટ પર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 10 લોકોના મોત થયા હતા અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ સિવાય 28 ડિસેમ્બરે પણ અફઘાનિસ્તાનના તાલુકાન પ્રાંતમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 4 લોકો ઘાયલ થયા હતા.












Click it and Unblock the Notifications
