જાપાનમાં ટેસ્ટીંગ સમયે Epsilon-S રોકેટ એન્જિનમાં બ્લાસ્ટ, એલોન મસ્ક સાથે રેસમાં મોટો ઝટકો

શુક્રવારે એક પરીક્ષણ દરમિયાન જાપાની એપ્સિલન એસ નાનું રોકેટ એન્જિન વિસ્ફોટ થતાં જાપાનની સ્પેસ એજન્સીને મોટો આંચકો લાગ્યો છે. રિપોર્ટ અનુસાર, પરીક્ષણ દરમિયાન રોકેટના એન્જિનમાં આગ લાગી અને પછી એન્જિનમાં જોરદાર વિસ્ફોટ થયો.

જાપાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રોકેટ એન્જિનનું પરીક્ષણ જાપાનના અકિંતા પ્રાંતના નોશિરો પરીક્ષણ કેન્દ્રમાં કરવામાં આવી રહ્યું હતું અને પરીક્ષણ દરમિયાન રોકેટ એન્જિન જોરથી ધડાકા સાથે ફાટ્યું હતુ.

જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીએ વિસ્ફોટ પછી અહેવાલ આપ્યો કે અકિતા પ્રીફેક્ચરમાં નોશિરો પરીક્ષણ કેન્દ્રમાં વિસ્ફોટમાં કોઈને ઈજા થઈ નથી. બીજા તબક્કાના એન્જિન માટે ગ્રાઉન્ડ ટેસ્ટ શરૂ થયાના લગભગ એક મિનિટ પછી આ ઘટના બની હતી.

Japan

જાપાન તેની સ્પેસ ટેક્નોલોજીને વિસ્તારવા અને વૈશ્વિક અંતરિક્ષ રેસમાં સામેલ થવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યું છે અને તે એક પછી એક રોકેટને અવકાશમાં મોકલી રહ્યું છે. હાલમાં, જાપાનની સ્પેસ એજન્સી એપ્સીલોન સીરિઝનું રોકેટ એપ્સીલોન એસ વિકસાવી રહી છે અને તેના પરીક્ષણ દરમિયાન આ દુર્ઘટના બની હતી.

ક્યોડો ન્યૂઝ દ્વારા બહાર પાડવામાં આવેલ વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે રોકેટ એન્જિનમાં વિસ્ફોટ થયા પછી, પરીક્ષણ કેન્દ્રમાંથી જ્વાળાઓ બહાર આવવા લાગી અને થોડી જ વારમાં આખી ઇમારત આગની લપેટમાં આવી ગઈ હતી.

જાપાનના પરીક્ષણો વારંવાર નિષ્ફળ થઈ રહ્યા છે

તમને જણાવી દઈએ કે જાપાનની સ્પેસ એજન્સીને તાજેતરના સમયમાં એક પછી એક ઘણી નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા આ વર્ષે માર્ચમાં જાપાનના નવા H-3 રોકેટનું પરીક્ષણ પણ નિષ્ફળ ગયું હતું.

આ સીરિઝનું પહેલું રોકેટ 2013માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ આ સીરીઝના પાંચ રોકેટ એક પછી એક સફળતાપૂર્વક અંતરિક્ષમાં છોડવામાં આવ્યા હતા. પરંતુ, વર્ષ 2022 માં, એપ્સીલોન-6 નામનું રોકેટ અંતરિક્ષમાં ગયું અને તેના માર્ગથી ભટકી ગયું, ત્યારબાદ તેને અવકાશમાં ઉડાવી દેવાયુ હતુ.

નિષ્ફળતાએ જાપાનની અવકાશ એજન્સીને નાણાકીય વર્ષ 2023 થી નાણાકીય વર્ષ 2024 સુધી એપ્સીલોન-એસનું પ્રક્ષેપણ મુલતવી રાખવાની ફરજ પડી, કારણ કે તે એપ્સીલોન-6 જેવી જ ઇંધણ ટાંકીનો ઉપયોગ કરે છે.

જાપાનનો પ્રયાસ એલોન મસ્કની કંપની સ્પેસ એક્સ કરતા ઓછા ખર્ચે ઉપગ્રહો લોન્ચ કરવાનો છે, જેથી તે વિશ્વની વિવિધ કંપનીઓ અને સરકારો માટે ઘણા ઓછા ખર્ચે અવકાશમાં ઉપગ્રહો લોન્ચ કરી શકે, પરંતુ અત્યાર સુધી જાપાન તેના ઉદ્દેશ્યમાં સફળ થઈ શક્યું નથી.

જાપાનની સ્પેસ એજન્સીને અત્યારે બિઝનેસ નથી મળી રહ્યો અને તે એલોન મસ્કની સ્પેસ એક્સ કંપની તરફથી મજબૂત પડકારનો સામનો કરી રહી છે. સ્પેસ એક્સનું ફાલ્કન-9 રોકેટ સર્ફ અવકાશની નીચલી ભ્રમણકક્ષામાં $2600 પ્રતિ કિલોગ્રામના દરે ઉપગ્રહો સ્થાપિત કરી રહ્યું છે, પરંતુ આ સમયે જાપાન સમાન કામ માટે લગભગ $10 હજાર 500 ચાર્જ કરે છે, તેથી જાપાનના ગ્રાહકોની સંખ્યા ખૂબ ઓછી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X