ક્રિસમસની સવારે અમેરિકામાં જોરદાર ધમાકો, ઈમારતો અને વાહનોને નુકશાન

અમેરિકામાં હાલમાં ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી જોર-શોરથી ચાલી રહી છે. આ દરમિયાન ત્યાં એક ધમાકાના સમાચાર સામે આવ્યા છે.

Blast in US: અમેરિકામાં હાલમાં ક્રિસમસ (Christmas) અને ન્યૂ યરની ઉજવણી જોર-શોરથી ચાલી રહી છે. આ દરમિયાન ત્યાં એક ધમાકાના સમાચાર સામે આવ્યા છે. પોલિસને ધમાકાનુ કારણ હજુ સુધી જાણવા મળી શક્યુ નથી પરંતુ દૂર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. જેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા. વળી, ધમાકા બાદ ઘણી વાર સુધી સિટી સેન્ટર ઉપર ધૂમાડાના ગોટા જોવા મળ્યા અને વિસ્તારમાં અફડા-તફડ઼ીનો માહોલ રહ્યો.

blast

અમેરિકી મીડિયાના જણાવ્યા મુજબ અમેરિકાના ટેનેસી પ્રાંતના નેશવિલ શહેર(Nashville City)ના લોકો ક્રિસમસની ઉજવણીના મગ્ન હતા ત્યારે સવારે 6 વાગે ત્યાં જોરદાર ધમાકો થયો. જેનો અવાજ માઈલો સુધી સાંભળવામાં આવ્યો. ઘટનાની માહિતી મળતા જ પોલિસ ટીમ અને ફાયર બ્રિગેડ પણ ત્યાં પહોંચ્યા. આ દરમિયાન ઘટના સ્થળે તેમને ત્રણ લોકો મળ્યા જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની સ્થિતિ અત્યારે સ્થિર જણાવાઈ રહી છે. વળી, ઘટનાની ગંભીરતાને જોતા એફબીઆઈની ટીમ પણ પહોંચી ગઈ હતી. સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ ઘટનાની માહિતી આપવામાં આવી.

ધમાકા બાદ પોલિસ ડિપાર્ટમેન્ટે પ્રેસ કૉન્ફનરન્સ બોલાવી. પોલિસ અધિકારીઓના જણાવ્યા મુજબ ઈમરજન્સી સેવાઓ પાસે સવારે છ વાગે ફોન આવ્યો જેમાં ગોળીબારની વાત કહેવામાં આવી. ત્યાં જ્યારે પોલિસ ટીમ પહોંચી તો તેમને એક શંકાસ્પદ કાર મળી. ત્યારબાદ બો્મ્બ નિરોધી સ્કવૉડે પણ બોલાવવાાં આવી. થોડી વાર બાદ એ કારમાં ધમાકો થયો. પોલિસનુ કહેવુ છે કે આ ધમાકો જાણીજોઈને કરવામાં આવ્યો. વળી, આલ્કોહોલ, ટોબેકો અને ફાયરઆર્મ્સ બ્યુરોના તપાસકર્તાઓની પણ એક ટીમ ઘટના સ્થળે પહોંચી અને સેમ્પલ સીધા પરંતુ હજુ તેનો રિપોર્ટ આવ્યો નથી. એવાાં પોલિસને અત્યાર સુધી ધમાકાનુ સાચુ કારણ જાણવા મળી શક્યુ નથી.

નજરે જોનાર સાક્ષીએ જણાવી આખી કહાની

એક સ્થાનિક નાગરિકના જણાવ્યા મુજબ તે ગાઢ નિદ્રામાં સૂઈ રહ્યો હતો ત્યારે અચાનક જોરદાર ધમાકો થયો. જેના કારણે તેના ઘરની બારીઓ તૂટી ગઈ. તેણે કહ્યુ કે તે મોટા બૉમ્બ ધમાકા જેવો ધમાકો લાગી રહ્યો હતો. જ્યારે તેણે બહાર જઈને જોયુ તો અમુક ઈમારતો, વાહનો અને વૃક્ષો ક્ષતિગ્રસ્ત થયા હતા. વળી, અમુક લોકોએ આનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જેમાં ઈમારતો અને કાટમાળ પડતો દેખાઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X