ઇરાકમાં વિસ્ફોટ: 50 લોકોના મોત, 160 ઘાયલ

ઇરાકમાં અવારનાવર બની રહેલી આવી ઘટનાઓથી પ્રધાનમંત્રી નૂરી અલ મલિકીની સરકારને નબળી માનવામાં આવી રહી છે. સદ્દામ હુસૈન અને તેમની સત્તાને ધરાસાઇ કરવા માટે 10 વર્ષ પહેલા અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાની 10મી વરસી પર આ વિસ્ફોટ થયા છે.
પોલીસ અને હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટ ભારે સુરક્ષાવાશા ગ્રીન ઝોનમાં આવેલા ગીચ વસ્તી વાળા બજારમાં આ વિસ્ફોટ થઇ ગયો. રાજધાનીના દક્ષિણી વિસ્તારમાં એક આત્મઘાતી હુલાખોરે પોલીસ ચોકીમાં ટ્રકને ઠોકી દીધી.
એક ટેક્સી ચાલક અલ રાદીએ જણાવ્યું કે હું ટેક્સીથી આવી રહ્યો હતો, અચાનક મારી કાર અથડાઇ ગઇ ચારેય બાજુ ધૂમાડો હતો. મેં બે મૃતદેહ જમીન પર પડેલા જોયા. લોકો ભાગી રહેલા હતા અને બૂમો પાડી રહ્યા હતા. હજી સુધી આ વિસ્ફોટની જવાબદારી કોઇ આતંકવાદી સંગઠને સ્વીકારી નથી.












Click it and Unblock the Notifications
