ખતરનાક Blue Whale રમતની માસ્ટરમાઇન્ડ યુવતીની ધરપકડ

Written By:
Subscribe to Oneindia News

છેલ્લા ઘણા સમયથી બ્લૂ વ્હેલ રમત ખૂબ ચર્ચામાં છે, અનેક નિર્દોષ બાળકોનો જીવ લેતી આ 50 દિવસની રમતમાં રમનારને રોજ નવો ટાસ્ક આપવામાં આવે છે. આ રમતમાં છેલ્લા દિવસે રમનારને આત્મહત્યા માટે દબાણ કરવામાં આવે છે. આ ભયાનક રમતના પરિણામે વિશ્વભરના 250 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં ભારતના દિલ્હી, કલકત્તા, લખનઉનો પણ સમાવેશ થાય છે. હાલમાં જ બ્લૂ વ્હેલના કારણે આત્મહત્યા કરી હોવાનો બનાવ તામિલનાડુના મદુરાઈમાં બન્યો હતો, જેમાં મદુરાઈના 19 વર્ષના એક યુવાનનું મૃત્યુ થયું હતું. આ ખતરનાક રમતનો માસ્ટરમાઇન્ડ કોણ છે તે અંગે આખરે માહિતી મળી ગઈ છે.

બ્લૂ વ્હેલની માસ્ટરમાઇન્ડ એક યુવતી

બ્લૂ વ્હેલની માસ્ટરમાઇન્ડ એક યુવતી

રશિયા પોલીસના જણાવ્યા અનુસાર, 17 વર્ષની એક યુવતી આ બ્લૂ વ્હેલ ઓનલાઇન રમતની એડમિનિસ્ટ્રેટિવ છે. આ યુવતી ડરાવી-ધમકાવીને લોકોને પોતાનો જીવ લેવા પર મજબૂર કરતી હતી. આ રમત અધૂરી છોડનારને પણ તે હત્યા અને તેના પરિવારની હત્યાની ધમકી આપતી હતી. તે આ રમત રમનારના મનમાં એટલો ડર ઊભો કરતી હતી, કે તેઓ છેલ્લે આત્મહત્યા કરી લેતા હતા.

17 વર્ષની યુવતીએ લીધો 250 લોકોનો જીવ

17 વર્ષની યુવતીએ લીધો 250 લોકોનો જીવ

રશિયન પોલીસે બ્લૂ વ્હેલ રમતની એડમિનિસ્ટ્રેટિવ તરીકે એક 17 વર્ષની યુવતીની ધરપકડ કરી છે. જ્યારે પોલીસે તેના રૂમની તપાસ કરી ત્યારે તેમાંથી એવી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી જેને જોઈ પોલીસ પણ ચોંકી ઊઠી હતી. રશિયન પોલીસનો દાવો છે કે, આ 17 વર્ષીય યુવતી જ બ્લૂ વ્હેલ રમતની માસ્ટરમાઇન્ડ છે.

શું મળ્યું યુવતીના રૂમમાંથી?

શું મળ્યું યુવતીના રૂમમાંથી?

17 વર્ષની એ યુવતીના રૂમમાંથી હોરર પુસ્તકો, ભયાનક તસવીરો, આત્મહત્યા માટે પ્રેરિત કરતાં ચિત્રો, ડીવીડી અને વિવાદિત નવલકથાઓ મળી આવી હતી. પોલીસે આ તપાસના વીડિયોનું ફૂટેજ પણ જાહેર કરી દીધું છે. તેના રૂમમાંથી પોલીસને એક રશિયન મનોવૈજ્ઞાનિક વિદ્યાર્થી ફિલિપ બ્યૂડેઈકિનના ચિત્રો અને પુસ્તકો પણ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બ્યૂડેઇકિનને તેના વિવાદિત પડકારો માટે 3 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી હતી.

જાતે પણ રમી હતી આ મૃત્યુનો ખેલ

જાતે પણ રમી હતી આ મૃત્યુનો ખેલ

પોલીસે જણાવ્યું હતું કે, બ્લૂ વ્હેલ રમતની માસ્ટરમાઇન્ડ યુવતીએ પહેલા જાતે આ રમત રમી હતી, પરંતુ તે આ રમત પૂરી નહોતી કરી શકી. જે પછી, તે પોતે આ રમતની એડમિનિસ્ટ્રેટિવ બની ગઇ હતી અને લોકોને ડરાવી-ધમકાવીને આ રમત રમી પોતાનો જીવ લેવા માટે દબાણ કરતી હતી. પોલીસ અનુસાર, અરોપી યુવતી આ રમત રમનારાઓને અલગ-અલગ ટાસ્ક મોકલતી હતી. તેના ગ્રૂપમાં અનેક લોકો હતા, જે આ રમત રમનારાઓને બ્લેકમેલ કરતા, ધમકાવતા અને ડરાવીને આપેલ ટાસ્ક પૂરું કરવાનું દબાણ કરતા હતા.

બ્લૂ વ્હેલ રમત

બ્લૂ વ્હેલ રમત

આ રમત વર્ષ 2013માં સૌ પ્રથમ રશિયામાં સામે આવી હતી. લગભગ 4 વર્ષમાં આ રમતને કારણે સમગ્ર દુનિયામાં 250થી પણ વધુ લોકોનો જીવ ગયો છે. માત્ર રશિયામાં જ આ રમતને કારણે 130થી વધુ લોકોનું મૃત્યુ થયું છે. આ સિવાય ભારત, પાકિસ્તાન, અમેરિકા જેવા કુલ 19 દેશોમાં આ રમતને કારણે અનેક લોકોએ આત્મહત્યા કરી છે.

English summary
A 17 year old Russian girl has been arrested for allegedly being the mastermind behind the deadly Blue Whale Challenge, that encouraged players to commit suicide.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.