નાઇજીરિયામાં 200 છાત્રાઓનું અપહરણ

માઇદુગુરી, 16 એપ્રિલઃ નાઇજીરિયામાં 200 કરતા વધુ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓનું અપહરણ કરવામાં આવ્યું છે. આ અંગે જણાવવામાં આવી રહ્યું છેકે, બોરનો શહેરના ચિબોકની એક શાળામાં ગત રાત્રે કેટલાક બંદૂકધારી પહોંચ્યા હતા અને છાત્રાવાસમાં રહેતી વિદ્યાર્થિનીઓને ચાર ટ્રકોમાં બેસવાનો આદેશ આપ્યો હતો. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છેકે આ અપહરણની પાછળ બોકો હરમ નામના સંગઠનનો હાથ છે.

બનાવ અંગે શિક્ષણ અધિકારી ઇમૈનુએલ સૈમને જણાવ્યું છેકે, મોટી સંખ્યામાં ઉત્પાત મચાવતા બંદૂકધારી શાળામાં દાખલ થઇ ગયા અને બધી જ વિદ્યાર્થિનીઓનું અપહરણ કરી લીધું. બંદૂકધારી ઘણા વાહનો લઇને આવ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છેકે બંદૂકધારી ઇસ્લામી આતંકવાદી સંગઠન બોકો હરમ સાથે જોડાયેલા હતા. આ સંગઠન પશ્ચિમી શિક્ષાનો વિરોધ કરે છે. બોકો હરમ પશ્ચિમી શિક્ષણના વિરોધમાં શાળાઓ અને વિદ્યાર્થીઓને નિશાન બનાવે છે.

એક પ્રત્યક્ષદર્શીએ આ બનાવ અંગે જણાવ્યું છેકે બંદૂકધારી ટ્રકો અને મોટરસાઇકલ પર સવાર હતા અને શાળા પર હુમલો કર્યો હતો. તેમણે શાળાની સુરક્ષા માટે તૈનાત સુરક્ષાકર્મીઓને પણ બાનમાં લઇ લીધા હતા. નોંધનીય છેકે આ પહેલા પણ સોમવારે રાજધાની અબજાના બહારના વિસ્તારમાં એક બસ સ્ટેન્ડ પાસે બે બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેની પાછળ પણ ઉક્ત સંગઠનનો હાથ હોવાનું બહાર આવ્યું હતું. વિસ્ફોટમાં 70થી વધુ લોકોના મોત નીપજ્યાં હતા. હાલ આ અપહરણ પાછળ ઉક્ત સંગઠનનો હાથ છે કે નથી તે અંગે અધિકૃત પૃષ્ટી કરવામાં આવી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X