કરાચીમાં વિસ્ફોટ, 3ના મોત 50 ઘાયલ

ઝિણ્ણા મેદાન પાસ આવેલ આએશા ઇમારત ચોક પાસે આ વિસ્ફોટ થયો હતો. મુતાહિદા કૌમી મુવમેન્ટે બપોરે ઝિણ્ણા મેદાનમાં એક રેલીનું આયોજન કર્યું હતું. પ્રત્યક્ષદર્શિયોએ જણાવ્યું કે સાંજે લગભગ સવાસાત વાગ્યે આ વિસ્ફોટ થયો હતો. રેલીમાંથી પાછા ફરી રહેલા લોકો આ વિસ્ફોટની ઝપેટમાં આવી ગયા હતા.
પોલીસે મીડિયાને જણાવ્યું કે બોમ્બ એક મોટરસાયકલમાં પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. મોટરસાયકલ પાસે ઉભેલી ત્રણ બસો અને અન્ય ઘણા વાહનોને ક્ષતિ પહોંચી હતી. પોલીસે આ વિસ્તારને ઘેરીને તપાસ અભિયાન શરૂ કરી દીધું છે.












Click it and Unblock the Notifications
