બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હોટલ બહાર વિસ્ફોટ
ઢાકા, 4 માર્ચ: તાજેતરમાં મળી રહેલા સમાચાર અનુસાર એ જાણવા મળી રહ્યું છે કે બાંગ્લાદેશમાં ભારતીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી જે હોટલમાં રોકાયા છે તેની બહાર એક ભીષણ વિસ્ફોટ થયો છે. જોકે સૂત્રોના કહેવા પ્રમાણે આ વિસ્ફોટમાં કોઇપણ પ્રકારની જાનહાની થવા પામી નથી.

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ જિલૂર રહેમાને હજરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટના વીવીઆઇપી લોજમાં પ્રણવ મુખર્જીનું સ્વાગત કર્યું હતું. પ્લેનમાંથી બાહર નિકળ્યા બાદ તેમને 21 તોપોની સલામી આપવામાં આવી. એરપોર્ટના રનવેની પાસે અસ્થાયી રીતે બનાવવામાં આવેલા મંચ પર રહેમાને મુખર્જીનું અભિવાદન કર્યું. તેમના સ્વાગત માટે સરકારના ઘણા સિનિયર મંત્રી પણ હાજર હતા.












Click it and Unblock the Notifications
